Tuesday, July 21, 2026
Homeરાજ્યજામનગરસાંસદ પૂનમબેન માડમ ચોમાસુ સત્ર દરમિયાન દિલ્હી

સાંસદ પૂનમબેન માડમ ચોમાસુ સત્ર દરમિયાન દિલ્હી

સંસદના ચોમાસુ સત્રનો પ્રારંભ થતાં સાંસદ દિલ્હીમાં હાજર રહેશે આ દરમિયાન હાલારના સંસદસભ્ય કાર્યાલય રાબેતા મુજબ કાર્યરત રહેશે.

- Advertisement -

સંસદનું ચોમાસુ સત્ર શરૂ થયું છે. આ સત્ર દરમિયાન જામનગરના સંસદસભ્ય પૂનમબેન માડમ નવી દિલ્હીમાં હાજર રહેશે. તા.20-7-2026 થી તા.13-8-2026 સુધી ચોમાસુ સત્ર દરમિયાન કામકાજના દિવસોમાં જામનગરમાં મળી શકશે નહી. સંસદના ચોમાસુ સત્ર દરમિયાન જામનગર જિલ્લામાં જામનગર ખાતે અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા તથા ભાણવડ ખાતે સંસદસભ્યના કાર્યાલય સવારે 9-30 થી રાત્રે 8-30 સુધી રાબેતા મુજબ નિયમીત રીતે કાર્યરત રહેશે. જામનગર કાર્યાલય : નિયો સ્કવેર, ગ્રાઉન્ડ ફલોર, અંબર સિનેમા પાસે, જામનગર (ફોન 0288-2676688, 2670100, ખંભાળિયા કાર્યાલય : પોસ્ટ ઓફિસ રોડ (ફોન. 02833-233388) અને ભાણવડ કાર્યાલય : વેરાડ નાકા બહાર (ફોન. 02896-232188)નો સંપર્ક કરવા સંસદસભ્ય કાર્યાલયની યાદીમાં જણાવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular