Monday, July 22, 2024
HomeUncategorizedજામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં છાશવાલાની દુકાનમાં કેન્ડીમાંથી જીવાત નિકળી - VIDEO

જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં છાશવાલાની દુકાનમાં કેન્ડીમાંથી જીવાત નિકળી – VIDEO

ફુડ શાખા દ્વારા રૂા. 10 હજારનો દંડ : આઇસ કેન્ડીના નમૂના લેવામાં આવ્યા

- Advertisement -

જામનગર શહેરમાં પટેલ કોલોની નજીક આવેલ છાશવાલા ફરી એક વખત ચર્ચાનો મુદો બન્યું છે. અહીં આઈસ કેન્ડીમાં જીવાત નિકળતા જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા રૂા.10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

- Advertisement -

જામનગર શહેરમાં પટેલ કોલોની શેરી નં.10 સામે આવેલ છાશવાલામાં આઈસ કેન્ડીમાં જીવાત નિકળી હોવાની શહેરના નાગરિક દ્વારા જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખાને ફરિયાદ કરવામાં આવતા જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખા ટીમ દોડી ગઇ હતી અને ચેકિંગ હાથ ધર્યુ હતું. આ ઉપરાંત આ અંગે છાશવાલાને રૂા. 10 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત આઈસ કેન્ડીના નમૂના પણ લેવામાં આવ્યાં હતાં તેમજ આ ફ્રેન્ચાઈઝીનો મેન્યુફેકચરીંગની ખામીનો ઈશ્યુ હોય આ અંગે પણ કંપનીને જાણ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. તેમજ ડસ્ટબીન સહિતના મુદ્દાઓ અંગે પણ સુચનાઓ આપવામાં આવી હતી અને રૂા.10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular