Friday, April 19, 2024
Homeરાજ્યહાલાર700 થી વધુ કોંગ્રેસ અને ‘આપ’ના કાર્યકર્તાઓએ કેસરીયો ધારણ કરીને ચીમનભાઇને જીતાડવા...

700 થી વધુ કોંગ્રેસ અને ‘આપ’ના કાર્યકર્તાઓએ કેસરીયો ધારણ કરીને ચીમનભાઇને જીતાડવા આહવાન

શીવપરા, મીઠોઇ અને નવાણીયા ગામમાં પ્રચંડ જનસમર્થન મેળવીને ચીમનભાઇ સાપરિયાએ કરી આગેકૂચ

- Advertisement -

ગુજરાતની રણભૂમીમાં ચૂંટણીનો જંગ જામી રહ્યો છે. સમગ્ર ગુજરાત અત્યારે ચૂંટણીમય બન્યું છે. વિધાનસભા-2022ની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. દરેક પાર્ટી અને દરેક ઉમેદવાર પોતાની જીત મેળવવા માટે મેદાને ઉતરી ગયા છે. લોકસંપર્ક અને સામાન્ય સભાઓથી ગુજરાતની ધરતી ગુંજી રહી છે. ત્યારે 80-જામજોધપુરની સીટની વાત કરીએ તો 80-જામજોધપુર પરના ઉમેદવાર ચીમનભાઇ ધરમશીભાઇ સાપરિયાને લોક સમર્થન મળી રહ્યું છે.

- Advertisement -

જામજોધપુરમાં 700 થી વધુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કેસરીયા ધારણ કર્યા ભારતમાં મોદીસરકારની વિચારધારા અને વિકાસના મોડલને ગુજરાતને વિશ્ર્વના નકસામાં અલગ પાડી દીધું છે. જ્યારે ગુજરાતમાં ડબલ એન્જીનની સરકાર હોય ત્યારે ગુજરાતનો વિકાસ આકાશને આંબે છે. આવા સમયે કોંગ્રેસના જિલ્લાના મહામંત્રી અને જામજોધપુર પટેલ સમાજના પ્રમુખ યુવા નેતા હિરેનભાઇ ખાંટ આજે તેમના સમર્થકો સાથે તેમજ જામજોધપુર નગરપાલિકાના કોર્પોરેટરો જામજોધપુર કોંગ્રેસની વિવિધ જવાબદારી સંભાળતા મુખ્ય હોદ્દેદારો અને અસંખ્ય કાર્યકર્તાઓ કોંગ્રેસ છોડી ભાજપનો કેસરિયા ધારણ કરી ભાજપની વિચારધારા સાથે જોડાયા છે. ખરીદ-વેચાણ સંઘના પૂર્વ પ્રમુખ તથા માર્કેટીંગ યાર્ડના પૂર્વ ડાયરેકટર ક્રિપાલસિંહ જાડેજા (અતુલ સિંહ) તેમજ આમ આદમી પાર્ટીના જિલ્લાના ઉપપ્રમુખ પ્રતિપાલસિંહ જાડેજા, જિલ્લાના યુવા ઉપપ્રમુખ મયુરસિંહ જાડેજા તેમના સમર્થકો સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને ચીમનભાઇ સાપરિયાને જંગી બહુમતીથી વિજય અપાવવા માટે આહવાન કર્યું હતું.
લોકસંપર્કમાં જ્યારે ચીમનભાઇ સાપરિયા લોકોની સમસ્યાઓ સુધી પહોંચે છે. ત્યારે લોકોમાં એક જ નાદ સંભળાય છે. ‘કહો દિલ સે ચીમનભાઇ સાપરિયા ફિરશે’, આમ આ લોક સમર્થન મેળવીને ચીમનભાઇએ તેમની વિજયગાથા આગળ વધારતા લોકો સાથે જોડાવા માટે વિવિધ બેઠક યોજી રહ્યા છે. લાલપુર તાલુકાના શિવપરાની મુલાકાત લીધી અને વિજય સંકલ્પ સાથે લોકો સાથે બેઠક યોજી હતી. આ પ્રસંગે લોકો દ્વારા ચીમનભાઇને પૂરો સાથ-સહકાર અને ભાવ સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ચીમનભાઇએ પણ લોકોને પોતાનો પવિત્ર અને કિમતી મત ભારતીય જનતા પાર્ટીને આપીને કમળ પર પોતાની પસંદગી ઉતારીને તેમને જંગી બહુમતીથી જીતાડવા માટે અપીલ કરી હતી.

આ ઉપરાંત મીઠોઇ અને નવાણિયા ગામમાં પણ લોકસંપર્ક માટે ચીમનભાઇ પહોંચી ગયા હતાં. ગામના લોકોએ ઉત્સાહથી ચીમનભાઇને આવકાર આપ્યો હતો. ત્યારે ચીમનભાઇએ પણ ગ્રામજનોને સાંભળીને તેમની દરેક સમસ્યા પર પૂરતુ ધ્યાન આપી તેના નિવારણ માટેની તૈયારીઓ દર્શાવી હતી. લોકોએ ચીનભાઇને ફરીથી આ સીટ પર જીતાડવા માટે ઉત્સાહ બતાવ્યો હતો. આ તકે ચીમનભાઇએ ભારતીય જનતા પાર્ટીને વિજય બનાવીને ગુજરાતમાં વિકાસનો સીલસીલો આગળ વધારવા માટે આહવાન કર્યું હતું.

- Advertisement -

જિલ્લાના હોદ્દેદારો, ગામ આગેવાનો, સરપંચ, વડીલો, કાર્યકર્તાઓ અને અનેક મહાનુભાવો અને બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં. લોકોને મતદાન જાગૃતિ માટે ચીમનભાઇ સાપરિયાએ પોતાનો અમૂલ્ય મત જરૂર આપવો જોઇએ તેવું આહવાન કર્યું હતું અને સાથે-સાથે લોકોના આશિર્વાદ અને પ્રચંડ જન સમર્થન બદલ લોકોનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular