Sunday, December 10, 2023
Homeરાજ્યજામનગરVideo : જામનગરના જલસા ગ્રુપના સભ્યો દ્વારા સાંસદ પૂનમબેન માડમને જન્મદિવસની શુભેચ્છા...

Video : જામનગરના જલસા ગ્રુપના સભ્યો દ્વારા સાંસદ પૂનમબેન માડમને જન્મદિવસની શુભેચ્છા અપાઇ

- Advertisement -

હાલારના સાંસદ પૂનમબેન માડમનો આજરોજ જન્મદિવસ છે. તેમજ તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ ગયો હોય તે અંતર્ગત સેવા પખવાડિયાની ઉજવણી થઇ રહી છે. જેના ભાગરૂપે સાંસદ પૂનમબેન માડમ દ્વારા આજરોજ નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

આ આજરોજ સાંસદનો જન્મદિવસ પણ હોય ઠેર-ઠેર શુભેચ્છાઓનો ધોધ વરસ્યો હતો. ત્યારે સાંસદ પૂનમબેન માડમના પ્રયાસોથી આવતીકાલે જામનગરને વંદે ભારત ટ્રેન પણ મળવા જઇ રહી છે. ત્યારે આજરોજ સાંસદના જન્મદિવસ નિમિતે જલસા ગુ્રપ દ્વારા પૂનમબેનનો જન્મદિવસ અને વંદે ભારત ટ્રેન મળવાની કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી. આ તકે વિપુલભાઇ કોટક, રણજીતભાઇ મારફતિયા, જયેશભાઇ મારફતિયા, નિરજભાઇ દત્તાણી, નિલેશભાઇ ઉદાણી, કમલેશભાઇ સોઢા, નિતીનભાઇ માડમ, બાદલભાઇ રાજાણી, નીકુભાઇ રાજાણી, પાર્થભાઇ સુખપરિયા, કલ્પેશભાઇ હડિયલ, વિરલભાઇ રાચ્છ, રાજુભાઇ મારફતિયા, સહિતના ઉપસ્થિત રહી સાંસદને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular