Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરહાપામાં રહેણાંક મકાનમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

હાપામાં રહેણાંક મકાનમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

એલસીબી દ્વારા રેઇડ દરમિયાન 50 બોટલ દારૂ કબજે : સપ્લાયરનું નામ ખુલ્યુ

- Advertisement -

જામનગર તાલુકાના હાપા ગામમાં રહેતાં શખ્સના મકાનમાંથી એલસીબીની ટીમે રેઇડ દરમિયાન તલાસી લેતાં રૂા. 20 હજારની કિંમતની 50 બોટલ દારુ અને મોબાઇલ સહિતનો મુદ્ામાલ કબજે કરી ધરપકડ કરી હતી.

- Advertisement -

દરોડાની વિગત મુજબ જામનગર તાલુકાના હાપા ગામમાં ક્રિષ્ના ટાઉનશીપમાં રહેતા શખ્સના મકાનમાં દારુનો જથ્થો હોવાની એલસીબીના હરદીપ બારડ, મયૂરસિંહ પરમાર, ઋષિરાજસિંહ વાળાને મળેલી બાતમીના આધારે પીઆઈ બી.એન. ચૌધરી, પીએસઆઇ આર.કે. કરમટા, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, હરદીપભાઈ ઘાઘલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા સહિતના સ્ટાફે રેઇડ દરમિયાન તલાસી લેતાં મકાનમાંથી રૂા. 20000ની કિંમતની ઇંગ્લીશ દારુની 50 બોટલો મળી આવતાં એલસીબીએ 5000ની કિંમતનો મોબાઇલ મળી કુલ 25000ના મુદ્ામાલ સાથે વિજયસિંહ ભીખુભા જાડેજાને ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતાં દારુનો જથ્થો અજયસિંહ ઉર્ફે મટકુ નામના શખ્સ મારફતે સાયલાથી ભરી આવ્યો હોવાની કેફીયત આપી હતી. જેના આધારે એલસીબીએ બે શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular