જામનગર 60 દિગ્વીજય પ્લોટ વિસ્તારમાં મકાનમાંથી પોલીસે 20 નંગ વિદેશી દારૂની બોટલો સાથે શખ્સને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ જામનગરના 60 દિગ્વીજય પ્લોટ વિનાયક એપાર્ટમેન્ટ સી વીંગ મકાન નં.સી-101માં મનોજ જગજીવનભાઇ સીંગાળાએ પોતાના મકાનમાં અંગત લાભ માટે આરોપી રવીરાજ કેશુમલ રામનાણી નામના શખ્સને દારૂનો જથ્થો રાખવા સહમતી આપી હોવાની બાતમીના આધારે પોલીસે રેઇડ દરમિયાન રૂા.26000ની કિંમતની 20 નંગ વિદેશી દારૂની બોટલ ઝડપી લીધી હતી. પોલીસે રવીરાજ કેશુમલ રામનાણીને દારૂની બોટલો સાથે ઝડપી લીધો હતો. જ્યારે મનોજ જગજીવન સીંગાળાને નોટીસ આપી હતી. આ કેસમાં સુરજ ઉર્ફે સુરેશ ઉર્ફે સુર્યો કોળીનું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરી હતી.


