Tuesday, June 30, 2026
Homeવિડિઓપેટ્રોલ પંપના સંચાલક સાથે માથાકૂટ કરનારની ધરપકડ - VIDEO

પેટ્રોલ પંપના સંચાલક સાથે માથાકૂટ કરનારની ધરપકડ – VIDEO

કાલાવડ તાલુકાના છતર ગામમાં આવેલા પેટ્રોલ પંપના સંચાલક સાથે નશાની હાલતમાં બોલાચાલી અને ઝપાઝપી કરી નાસી ગયેલા મોટી માટલી ગામના શખ્સે કાલાવડ (ગ્રામ્ય) પોલીસે દબોચી લીધો હતો.

- Advertisement -

આ બનાવની વિગત મુજબ કાલાવડ તાલુકાના છતર ગામમાં આવેલા વસુંધરા પેટ્રોલ પંપ ખાતે ગત્ તા. 28ના રોજ થાર કારમાં નશાની હાલતમાં આવેલા શખ્સે પેટ્રોલપંપ સંચાલક સાથે બોલાચાલી અને ઝપાઝપી કર્યા બાદ નાશી ગયો હતો. આ બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી પીઆઇ એન. વી. આંબલિયા, એએસઆઇ પી. એસ. ઠાકુર, હે.કો. જી. આર. ચાવડા, પો.કો. કલ્પેશભાઇ તોરિયા સહિતના સ્ટાફએ જીજે10 ઇસી 6004 નંબરની થાર કારના ચાલક રણજિત રામસંગ ચૌહાણ (ઉ.વ. 21, રહે. મોટી માટલી, તા. કાલાવડ જિ. જામનગર)ની ધરપકડ કરી કાર કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular