જામનગરના મયૂર પાર્ક સોસાયટીમાં આવેલા મકાનમાં રમાતા જુગાર સ્થળે એલસીબીની ટીમએ રેઇડ દરમ્યાન રૂા. 1.97 લાખના મુદામાલ સાથે પાંચ શખ્સોને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જુગાર દરોડાની વિગત મુજબ જામનગર શહેરમાં સમર્પણ સર્કલન નજીક આવેલા મયૂર પાર્ક સોસાયટીની શેરી નંબર પાંચમાં રહેતા ભરતસિંહ બાલુભા વાઘેલાના મકાનમાં તીનપત્તીનો જુગાર રમાતો હોવાની ક્રિપાલસિંહ જાડેજા, અજયભાઇ વિરડા અને ભયપાલસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પીઆઈ વી. બી. ચૌધરી, પીએસઆઇ એમ. વી. ભાટિયા તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિરેનભાઇ વરણવા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, મયૂરસિંહ પરમાર, યુવરાજસિંહ ઝાલા, ભયપાલસિંહ જાડેજા, અજયભાઇ વીરડા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે રેઇડ કરી હતી.
રેઇડ દરમ્યાન એલસીબીની ટીમએ ભરતસિંહ બાલુભા વાઘેલા, સુરજ જમનાદાસભાઇ બખતિયાપુરી, પ્રવીણસિંહ અભેસિંહ રાઠોડ, રાજેશ જગજીવનભાઇ નંદા, શાંતિલાલ વીરજીભાઇ ગજરા નામના પાંચ શખ્સોને રૂા. 31,700ની રોકડ રકમ, રૂા. 16 હજારની કિંમતના પાંચ મોબાઇલ અને રૂા. 1.50 લાખની કિંમતના પાંચ બાઇક મળી કુલ રૂા. 1,97,700ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો કાલાવડ તાલુકાના ધુનધોરાજી ગામની જૂની સોસાયટીમાં જાહેરમાં તીનપતીનો જુગાર રમાતા સ્થળે કાલાવડ (ગ્રામ્ય) પોલીસે રેઇડ દરમ્યાન ગિરધર લાલજીભાઇ ખીમસૂર્યા, ધનજી દેવાભાઇ ખીમસૂર્યા, માધા મંગાભાઇ રાઠોડ, રમેશ દાનાભાઇ વારગિયા નામના ચાર શખ્સોને રૂા. 10,100ની રોકડ, ગંજીપન્ના સાથે ઝડપી લીધા હતાં.


