Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરમકાજીમેઘપરમાં ખેતરમાંથી દારૂનો જથ્થો ઝડપી લેતી એલસીબી

મકાજીમેઘપરમાં ખેતરમાંથી દારૂનો જથ્થો ઝડપી લેતી એલસીબી

બુટલેગર પલાયન : દડિયામાંથી ત્રણ બોટલ દારૂ સાથે શખ્સ ઝબ્બે : એક બોટલ સાથે શખ્સ ઝડપાયો

- Advertisement -

કાલાવડ તાલુકાના મકાજીમેઘપર ગામના વાડી વિસ્તારમાં આવેલા ખેતરની ઓરડીમાંથી એલસીબીની ટીમે રેઇડ દરમિયાન રૂા. 15600ની કિંમતની 39 બોટલ દારુ કબજે કરી શખ્સની શોધખોળ આરંભી હતી. જામનગર તાલુકાના દડિયા ગામના માર્ગ પરથી પસાર થતાં શખ્સને પોલીસે દારુની બોટલ સાથે ઝડપી લીધો હતો. જામનગર સમાણા માર્ગ પરથી પોલીસે દારુની બોટલ સાથે એક શખ્સને પકડી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો કાલાવડના તાલુકાના મકાજીમેઘપર ગામની સીમમાં આવેલા ખેતરમાં દારુનો જથ્થો હોવાની એલસીબીના હરદીપ બારડ અને મયૂરસિંહ પરમારને મળેલી બાતમીના આધારે પીઆઈ બી.એન. ચૌધરી, પીએસઆઇ આર.કે. કરમટા, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, હરદીપભાઈ ઘાઘલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા તથા સ્ટાફે રેઇડ દરમિયાન સંજયસિંહ જયવંતસિંહ સરવૈયાના કબજાના ખેતરમાં આવેલી ઓરડીમાં તલાસી લેતાં જેમાંથી રૂા. 15600ની કિંમતનો ઇંગ્લીશ દારુની 39 બોટલ મળી આવતાં પોલીસે દારુ કબજે કરી સંજયસિંહની શોધખોળ આરંભી હતી.

બીજો દરોડો જામનગર તાલુકાના દડીયા ગામ તરફ જવાના રસ્તેથી પસાર થતાં ભૂપત ઉર્ફે રવજી મકવાણા નામના શખ્સની પંચકોશી-બી ડિવિઝન પોલીસે આંતરીને તલાસી લેતાં તેની પાસેથી રૂા. 1500ની કિંમતની દારુની ત્રણ બોટલ મળી આવતાં પૂછપરછ હાથ ધરતાં આ દારુનો જથ્થો રાહુલ સોલંકી નામના શખ્સે સપ્લાય કર્યાનું કેફિયત આપતાં પોલીસે બે શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ત્રીજો દરોડો જામનગર-સમાણા રોડ પર દડિયા જવાના પુલ પરથી પસાર થતાં તેજસ મોહન વૈષ્ણવ નામના શખ્સને સ્થાનિક પોલીસે આંતરીને તલાસી લેતાં તેના કબજામાંથી રૂા. 500ની કિંમતની દારુની બોટલ મળી આવતાં પોલીસે તેજસની ધરપકડ કરી વધુ તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular