Thursday, May 6, 2021
Homeરાજ્યગુજરાતકાલથી રાજયમાં ‘મારૂં ગામ કોરોના મુકત ગામ’ અભિયાનનો પ્રારંભ

કાલથી રાજયમાં ‘મારૂં ગામ કોરોના મુકત ગામ’ અભિયાનનો પ્રારંભ

- Advertisement -

રાજયમાં વધી રહેલા કોરોના સંક્રમણને પગલે ગત વર્ષની જેમ આ વર્ષે પણ 1 લી મેથી રાજય સરકાર મારૂં ગામ કોરોના મુકત ગામ, અભિયાન શરૂ કરવા જઇ રહી છે. આવતીકાલે રાજયના સ્થાપના દિવસ નિમિત્તે રાજયપાલ અને મુખ્યમંત્રી આ અભિયાનનો પ્રારંભ કરાવશે. આ અભિયાન 15 મે સુધી ચાલશે. કોરોનાની બીજી લહેરમાં રાજયના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાનું સંક્રમણ ઝડપભેર પ્રસરી રહયું છે. ત્યારે આ સંક્રમણને અટકાવવા માટે રાજય સરકાર દ્વારા 1 લી મે થી સમગ્ર રાજયમાં મારૂ ગામ કોરોનામુકત ગામ અભિયાનનો પ્રારંભ કરવામાં આવશે. આવતીકાલે સવારે 10 વાગ્યે રાજયપાલ અને મુખ્યમંત્રી વિડીયો કોન્ફરન્સીંગના માધ્યમથી આ અભિયાનનો પ્રારંભ કરાવશે. જેમાં ગ્રામ પંચાયત કચેરીએ સરપંચ, ઉપસરપંચ સમિતિના અધ્યક્ષ અને તલાટી મંત્રી ઉપસ્થિત રહેશે. જયારે તાલુકા પંચાયત કચેરીએ તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ અને ટીડીઓ હાજર રહેશે. તેજ રીતે જિલ્લા પંચાયત કચેરીમાં જિલ્લા વિકાસ અધિકારી ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત કલેકટર કચેરીએ જિલ્લાના પ્રભારી મંત્રી, કલેકટર, પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ ઉપસ્થિત રહેશે. જેમને રાજયપાલ અને મુખ્યમંત્રી દ્વારા સંબોધન કરવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular