Wednesday, September 11, 2024
Homeરાજ્યજામનગરભાઈને વેંચેલી જમીન પિતા-પુત્રએ અન્ય બે વ્યક્તિને રૂા.59 લાખની છેતરપિંડી આચરી

ભાઈને વેંચેલી જમીન પિતા-પુત્રએ અન્ય બે વ્યક્તિને રૂા.59 લાખની છેતરપિંડી આચરી

દોઢીયા ગામમાં આવેલી ખેતીની જમીનમાં કૌભાંડ : પોલીસ દ્વારા આરોપી પિતા-પુત્ર સામે ગુનો નોંધી તપાસ

- Advertisement -

દોઢીયા ગામે લાખોની કિંમતની ખેતીની જમીન ભાઈને વેંચાણ કરાર કરી દીધા બાદ આરોપી પિતા-પુત્રને અન્ય બે વ્યક્તિઓને આ જમીન વેંચાણ કરાર કરાવીને રૂા.59 લાખની રોકડ રકમ સુથી પેટેે મેળવી લઇ છેતરપિંડી અને વિશ્વાસઘાત આચર્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતા સીકકાના પીએસઆઈ આર.એચ. બાર દ્વારા આ અંગે બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, કનસુમરા ગામમાં રહેતા નઝમાબેન ઈકબાલભાઈ ખીરાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, આરોપી જામનગર તાલુકાના દોઢીયા ગામમાં ખેતીની નવ વીઘા જમીન ધરાવતા દિનેશભાઈ લવજીભાઈ મુંગરાએ પોતાના ભાઈ પરેશભાઈ લવજીભાઈ મુંગરાને અગાઉ જમીન વેંચાણનો દસ્તાવેજ કરી આપ્યો હતો અને ભાઈ પાસેથી જમીન વેંચાણના અવેજના રૂપિયા પણ લઇ લીધા હતાં તે જાણતા હોવા છતાં આરોપી દિનેશ લવજીભાઈ મુંગરા અને તેના પુત્ર કેવલ દિનેશ મુંગરાએ તે ખેતીની જમીન ફરિયાદી નઝમાબેનના પતિ ઈકબાલને વેંચાણ કરાર કરી રૂા.46.10 લાખ મેળવી લીધા હતાં અને અન્ય એક સાહેદ નાથુભાઈ ખીમજીભાઈ રાઠોડને અગાઉ વેંચાણ કરાર કરીને રૂા.13,01,000 મેળવી લીધા હતાં.

જેથી બે આસામીઓ પાસેથી રૂા.59,11,000 મેળવી લઇ છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ અંગે સિક્કા પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.એચ.બાર દ્વારા તપાસ હાથ ધરી આરોપી પિતા-પુત્રની શોધખોળ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular