Thursday, September 19, 2024
Homeરાજ્યજામનગરરાજકોટ રેન્જ આઇજી દ્વારા જામનગર એસપી સહિતના અધિકારી, કર્મચારીઓનું સન્માન

રાજકોટ રેન્જ આઇજી દ્વારા જામનગર એસપી સહિતના અધિકારી, કર્મચારીઓનું સન્માન

જામનગરમાં જુદા-જુદા પોલીસ સ્ટેશનોની મુલાકાત લઇ જરૂરી સૂચનો આપ્યા

- Advertisement -

રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ દ્વારા ગઇકાલે જામનગરની મુલાકાત લીધી હતી. આ દરમ્યાન તેમણે જામનગરના વિવિધ પોલીસ સ્ટેશનોની મુલાકાત લઇ કામગીરીની સમીક્ષા કરી હતી. તેમજ જામનગર જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ તથા પોલીસ કર્મચારીઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા.

- Advertisement -

રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ દ્વારા ગઇકાલે જામનગર તથા દેવભૂમિ દ્વારકાની મુલાકાત લીધી હતી. ગઇકાલે બપોરે રેન્જ આઇજી જામનગર પહોંચતા એસપી ઓફિસ ખાતે જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા તેમનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે પોલીસ જવાનો તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. રેન્જ આઇજી દ્વારા જામનગરના અલગ-અલગ પોલીસ સ્ટેશનોની મુલાકાત લઇ જરૂરી સૂચનાઓ આપી વિવિધ મુદાઓ અંગે ચર્ચા વિચારણા પણ કરી હતી. આ ઉપરાંત જામનગર પોલીસ હેડકવાર્ટર ખાતે ચાલતી કામગીરીની પણ તેમણે સમીક્ષા કરી હતી.

આ ઉપરાંત જામનગર આવેલા રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ દ્વારા એસપી ઓફિસ ખાતે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સહિતના અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ પ્રમાણપત્રો આપી તેમનું સન્માન કરી તેમના કામને બિરદાવવામાં આવ્યું હતું.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular