Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરજામનગરમાં મેડીકલમાં ચોરી કરનાર કાયદાથી સંઘર્ષિત કિશોર ઝડપાયો

જામનગરમાં મેડીકલમાં ચોરી કરનાર કાયદાથી સંઘર્ષિત કિશોર ઝડપાયો

જામનગર એલસીબી પોલીસે રૂા. 2,10,000 ની ચોરાઉ રોકડ રકમ કબ્જે કરી

- Advertisement -

જામનગર શહેરમાં મેડીકલમાંથી ઘરફોડ ચોરી કરનાર કાયદાથી સંઘર્ષિત કિશોરને જામનગર એલસીબી પોલીસે ઝડપી લઇ કુલ રૂા.2,10,000 ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના અંબર સિનેમા રોડ પર આવેલા આશુતોષ મેડીકલની બારી તોડી કોઇ શખ્સ અંદર પ્રવેશ કરી ટેબલના કાઉન્ટરનો લોક તોડી તેમાં રહેલ રૂા.2,10,000 ની રોકડ રકમ ચોરી કરી ગયા અંગેની સિટી બી ડીવીઝનમાં ફરિયાદ નોંધાઇ હતી. આ કેસમાં ચોરી કરનાર ટાબરીયો નિકળતા એલસીબી પોલીસે તેને ઝડપી લીધો હતો. આ કેસ નોંધાતા પોલીસ દ્વારા આરોપીની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન ચોરીમાં સંડોવાયેલ શખ્સ જામનગરના વુલનમીલ ફાટક પાસે હોવાની એલસીબીના હિતેન્દ્રસિંહ જાડેજા તથા કાસમભાઈ બ્લોચને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને એલસીબી પીઆઈ વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ એલસીબીના પીએસઆઈ આર.કે.કરમટા તથા પી એન મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે ચોરી કરનાર આરોપી કાયદાથી સંઘર્ષિત કિશોરને વુલનમીલ ફાટક પાસેથી ઝડપી લઇ રૂા. 2,10,000 ની રોકડ રકમ કબ્જે કરી વધુ કાર્યવાહી માટે સિટી બી ડીવીઝન પોલીસને સોંપી આપ્યો હતો.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular