Monday, November 4, 2024
Homeરાજ્યજામનગરસગીરા સાથે દુષ્કર્મના કેસમાં જામનગરના શખ્સને 20 વર્ષની કેદ

સગીરા સાથે દુષ્કર્મના કેસમાં જામનગરના શખ્સને 20 વર્ષની કેદ

ભોગ બનનાર સગીરાને રૂા.6 લાખ વળતર ચૂકવવા પણ કોર્ટનો હુકમ

- Advertisement -

સગીરા સાથે દુષ્કર્મ આચરવાના કેસમાં જામનગરના આરોપીને કોર્ટ દ્વારા 20 વર્ષની સખ્ત કેદની સજા તથા રૂા.10 હજારનો દંડ ફટકાર્યો છે તેમજ ભોગ બનનારને કમ્પનશેસનના રૂા. 6 લાખ ચૂકવવા પણ અદાલત દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, આ કેસના ફરિયાદી / ભોગ બનનાર ગત તા. 2/3/2021 ના રોજ ધંધા અર્થે દુકાને ગયા હતાં. ત્યારે બાજુમાં રહેતાં રૂકશાનાએ બારીમાંથી ભોગ બનનારને બોલાવી બહાર આવવાનું કહ્યું હતું. ભોગ બનનાર સગીરા બહાર આવતા રૂકશાના તથા યાસ્મીનના ઘરે લઇ ગઈ હતી. જ્યાં રૂકશાનાની માતા રોશનબેન પણ આવી સગીરાને રીક્ષામાં રોશનબેનની બીજી દિકરી દરેડ રહેતી હોય ત્યાં લઇ ગયા હતાં. જ્યાં ભોગ બનનાર સગીરાને ચાર દિવસ રાખી હતી. ત્યારબાદ ભોગ બનનાર ઘરે જવાનું કહેતાં સલમાબેને ફોન કરી અસરફ સાયચાને બોલાવ્યો હતો. અસરફ સાયચા આવી મોટરસાઈકલમાં સગીરાને લઇ જઈ હોટલમાં સગીરાની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યુ હતું.

આ અંગે જામનગર સિટી બી ડીવીઝનમાં આરોપી અસરફ ઈલિયાસ સાયચા વિરૂધ્ધ પોકસો સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. આ કેસ સ્પેશિયલ કોર્ટમાં ચાલી જતાં સરકાર તરફે ફરિયાદી / ભોગ બનનાર તથા અન્ય સાહેદોને તપાસી સ્પે. કોર્ટનાા જજ આરતી એ. વ્યાસ દ્વારા આરોપી અસરફ ઈલિયાસ સાયચાને તકસીરવાન ઠેરવી પોકસો સહિતની કલમો હેઠળ 20 વર્ષની સખ્ત કેદની સજા તથા રૂા.10000 નો દંડ અને જો દંડ ન ભરે તો વધુ 6 માસની સજા તથા ભોગ બનનાર સગીરાને કમ્પનસેશનના રૂ. 6 લાખ વળતર પેટે ચૂકવવા હુકમ કર્યો હતો. આ કેસમાં સરકારી વકીલ તરીકે ભારતી વાદી રોકાયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular