Wednesday, September 11, 2024
Homeરાજ્યહાલારભણગોરમાં પુત્રના કામથી વ્યથિત પિતાએ દવા પી ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી

ભણગોરમાં પુત્રના કામથી વ્યથિત પિતાએ દવા પી ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી

ઓનલાઇન ગેમીંગમાં મોટી રકમ પુત્ર હારી ગયો : કહ્યામાં ન હોવાની જાહેરાત સમાચાર પત્રોમાં પિતાએ છપાવી : ગુમસુમ રહેતાં પિતાએ આયખું ટૂંકાવ્યું

- Advertisement -

લાલપુર તાલુકાના ભણગોર ગામમાં રહેતો યુવાન ઓનલાઈન ગેમીંગમાં હારી જતા પિતા દ્વારા પુત્ર કહ્યામાં ન હોવાના સમાચાર પત્રમાં આપેલી જાહેરાતનું મનમાં લાગી આવતા વ્યથિત પિતાએ ઝેરી દવા પી અને ત્યારબાદ રસ્સા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવ અંગેની વિગત મુજબ, લાલપુર તાલુકાના ભણગોર ગામમાં દિપકભાઈ સુભાષભાઈ માણાવદરીયા (ઉ.વ.47) નામનો યુવાનનો પુત્ર ચાંદ (ઉ.વ.24) ઓનલાઈન ગેમીંગમાં મોટી રકમ હારી ગયો હતો. જેથી તેના પિતા દિપકભાઈએ પુત્ર કહ્યામાં ન હોય તે બાબતની સમાચાર પત્રમાં જાહેરાત આપી હતી. જો કે, વ્યથિત પિતા દિપકભાઈને આ બાબતનું મનમાં લાગી આવતા ગુમસુમ રહેતાં હતાં તે દરમિયાન રવિવારે બપોરના સમયે ભણગોર ગામની કરાર-માઢ સીમમાં તેના ખેતરે ઝેરી દવા પી ગટગટાવી હતી અને ઝેરી દવા પીધા બાદ આંબાના ઝાડ સાથે રસ્સા વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. ત્યારબાદ આત્મહત્યા કર્યાની મૃતકના ભાઈ હિતેશ દ્વારા જાણ કરાતા એએસઆઈ ડી.સી. ગોહિલ તથા સ્ટાફે બનાવસ્થળે પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી તપાસ આરંભી હતી.

દરમિયાન મૃતક દિપકભાઈનો પુત્ર ચાંદ એક વર્ષ પહેલાં ઓનલાઈન ગેમીંગમાં મોટી રકમ હારી ગયો હોવાથી સગા સંબંધીઓ પાસેથી ઉછીના પૈસા લેતો હતો. જેના કારણે પિતા દિપકભાઈએ તેનો પુત્ર ચાંદ કહ્યામાં ન હોય અને તેની સાથે આર્થિક વ્યવહાર કરવો નહીં તેવી જાહેરાત પ્રસિધ્ધ કરાવી હતી ત્યારબાદ ચાંદ ઘર છોડીને ચાલ્યો ગયો હતો. ત્યારબાદ પિતા દિપકભાઈ એ ઝેરી દવા પી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular