Wednesday, September 11, 2024
Homeરાજ્યહાલારનિંદ્રાધિન અવસ્થામાં ખાટલા પરથી પટકાતા પ્રૌઢાનું મોત

નિંદ્રાધિન અવસ્થામાં ખાટલા પરથી પટકાતા પ્રૌઢાનું મોત

ગતરાત્રિના સમયે નિંદ્રાધિન હાલતમાં ખાટલા પરથી પટકાયા : માથામાં ગંભીર ઈજા પહોંચી : સારવાર કારગત ન નિવડી

- Advertisement -

દ્વારકા જિલ્લાના ખંભાળિયાના નવાપરા વિસ્તારમાં રહેતાં પ્રૌઢા તેણીના ઘરે નિંદ્રાધિન અવસ્થામાં ખાટલા પરથી પટકાતા માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવ અંગેની વિગત મુજબ દ્વારકા જિલ્લાના ખંભાળિયાના 2- નવાપરા વિસ્તારમાં રહેતા ભાનુબેન કરસનભાઈ રામજીભાઈ કણજારીયા (ઉ.વ.55) નામના પ્રૌઢા ગતરાત્રિના સમયે પોતાના રહેણાંક મકાનમાં સુતા હતા અને કોઈપણ સમયે તેઓ નિંદ્રાધીન અવસ્થામાં ખાટલા પરથી નીચે પડી જતા તેમને માથામાં ઇજા તેમજ હેમરેજ થઈ જવાના કારણે તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ અંગેની જાણ વિવેકભાઈ જયંતીભાઈ નકુમ દ્વારા કરાતા પોલીસે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular