Wednesday, September 11, 2024
Homeરાજ્યજામનગરલોક્સભા ચૂંટણીમાં ઉત્સાહભેર વધુમાં વધુ મતદાન કરે : પરિમલ નથવાણીનું આહ્વાન

લોક્સભા ચૂંટણીમાં ઉત્સાહભેર વધુમાં વધુ મતદાન કરે : પરિમલ નથવાણીનું આહ્વાન

જામનગરમાં હાલાર પંથકની લોહાણા સમાજની સંસ્થાઓના હોેદ્દારો- ચૂંટાયેલા પદાધિકારીઓ અને જ્ઞાતિ અગ્રણીઓના સ્નેહ મિલનમાં વિશાળ હાજરી : ભગવાન શ્રીરામના વંશજ તરીકે રઘુવંશી સમાજ : આ વખતે સો ટકા મતદાન બપોર પહેલાં જ પુરૂં કરીને લોકશાહી પર્વમાં યોગદાન આપી શક્તિનું દર્શન કરાવે : જીતુભાઈ લાલ

- Advertisement -

હાલાર પંથકથી જાણીતા જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના રઘુવંશી સમાજની સંસ્થાઓના હોદેદારો અને જ્ઞાતિ અગ્રણીઓના જામનગરમાં મળેલા વિશાળ સ્નેહ મિલનમાં ઉમટી પડેલા લોહાણા જ્ઞાતિજનોને ઉબોધન કરતાં સમારંભના અધ્યક્ષ રાજયસભાના સાંસદ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ડાયરેકટર પરિમલભાઈ નથવાણીએ આગામી તા.7ના રોજ લોક્સભા ચૂંટણીના લોકશાહી પર્વના દિવસે વધુમાં વધુ મતદાન કરી રાષ્ટ્ર વિકાસમાં યોગદાન આપવા આહવાન ર્ક્યું હતું.

- Advertisement -

જામનગર શહેરમાં ઓશવાળ સેન્ટરના બેન્ક્વેટ હોલમાં હાલાર રઘુવંશી મિત્ર મંડળના નેજા હેઠળ જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાની લોહાણા જ્ઞાતિની સંસ્થાઓના હોદેદારો-ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને લોહાણા અગ્રણીઓનું સ્નેહમિલન યોજાયું હતું.

આ સમારોહમાં અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત 2હેલા રાજયસભાના સાંસદ અને રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ડાયરેકટર પરિમલભાઈ નથવાણીએ લાગણીભીના શબ્દોમાં જન્મ સ્થળ ખંભાળીયા અને કર્મભૂમિ જામનગર સાથેના વર્ષો જુના સંબધોની સ્મૃતિ વાગોળતાં કહયું હતું કે, લોહાણા સમાજના દિકરા તરીકે આજે હું જે કંઈ છું તેનો મને આનંદ અને ગૌરવ છે.

- Advertisement -

આ તકે નથવાણીએ વધુમાં કહયું હતું કે, ચૂંટણીએ લોકશાહીનું મહાપર્વ છે અને દરેક મતદાતાએ પોતાના મતાધિકારોનો અચૂક ઉપયોગ કરી આ પર્વની ઉજવણીમાં સહભાગી બની રાષ્ટ્રહિતમાં યોગદાન આપવું જરૂરી છે. દેશના વડાપ્રધાન અને તે પૂર્વે ગુજરાતના મુખ્યમંત્રી ત2ીકે જવાબદા2ી વહન કરનારા નરેન્દ્રભાઈ મોદીએ પહેલા ગુજરાતને અને હવે સમગ્ર દેશને વિશ્વભરમાં ગૌરવવંતુ સ્થાન અપાવ્યું છે. ત્યા2ે આપણે સૌએ તેઓના રાષ્ટ્ર વિકાસના મહાયજ્ઞમાં આહુતી આપીને દેશહિત માટે ફરજ બજાવવાની છે. હાલાર પંથકમાં તા.7ના રોજ લોક્સભા ચૂંટણીના મતદાનના દિવસે દરેક રધુવંશી આ ફ2જ બજાવે તેવો અનુરોધ તેઓએ ર્ક્યો હતો.

લોહાણા જ્ઞાતિના આ સ્નેહ મિલન સમારંભમાં વિશેષ ઉપસ્થિત રહેલા લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલે પ્રાસંગીક પ્રવનચનમાં કહયું હતું કે, આપણાં રઘુવંશી ભગવાન શ્રીરામના વંશજ છીએ. અયોધ્યામાં રામજન્મ સ્થળ પર આપણા ઈષ્ટદેવ શ્રીરામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ એ અભૂતપૂર્વ ધટના દરેક રઘુવંશી માટે વધુ ગારવરૂપ છે. આ ઐતિહાસીક કાર્ય આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ થયું છે અને માત્ર અયોધ્યા જ નહીં પરંતુ કાશી- મથુરા – સોમનાથ-દ્વારીકા જેવા વિવિધ વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામોનો વિકાસ નરેન્દ્રભાઈ મોદીની આગેવાનીમાં કેન્દ્રની સરકાર કરી રહી છે તેવા સમયે આપણે સૌ સનાતની ધર્મીઓની ફરજ બને છે કે આપણે પણ રાષ્ટ્રહિતમાં અને વિકાસમાં મતદાન કરીને આપણું યોગદાન અર્પણ કરીએ.

- Advertisement -

હાલારના રઘુવંશી સમાજને વિશેષ અપીલ કરતાં જીતુભાઈ લાલે કહયું હતું કે, લોક્સભા ચૂંટણીના મતદાનના દિવસે આગામી તા.7ના રોજ સવારથી બપોર સુધીમાં તમામ રઘુવંશી પરિવારોનું મતદાન કરીને આપણે આપણી શક્તિનો પરિચય આપીશું તો તે ચોકક્સ નોંધપાત્ર બની રહેશે.

આ સમારોહમાં સ્વાગત પ્રવચન બારાડી લોહાણા મહાજનના પ્રમુખ દ્વારકાદાસભાઈ રાયચુરા (મોટાભાઈ) એ કરતાં કહયું હતું કે, પરિમલભાઈ નથવાણી માત્ર રઘુવંશી સમાજનું ગૌરવ નહીં પણ હાલારના હીરલા તરીકે આજે પ્રસ્થાપીત થયા છે. ત્યા2ે તેમની ઉપસ્થિતીમાં આ સંમેલનમાં આપણે સૌ લોકશાહી પર્વની ઉજવણીમાં સહભાગી બનવાનો વિશ્વાસ આપીએ છીએ.

આ કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાને ઉપસ્થિત પરિમલ નથવાણી તેમજ વિશેષ ઉપસ્થિત રહેલા જીતુભાઈ લાલનું જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાની લોહાણા જ્ઞાતિની વિવિધ સંસ્થાઓના આગેવાનોએ પુષ્પગુચ્છ અર્પણ કરી શાલ ઓઢાડી બહુમાન ર્ક્યું હતું.

આ કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાને પરિમલભાઈ નથવાણી અને અતિથિ વિશેષ જીતુભાઈ લાલ સાથે મંચ પર બારાડી લોહાણા મહાજનના પ્રમુખ દ્વારકાદાસભાઈ રાયચરા (મોટાભાઈ), જામનગર લોહાણા મહાજનના વડીલ સમિતિના સભ્ય ધારાશાસ્ત્રી નટુભાઈ બદિયાણી, સમસ્ત હાલાર લોહાણા સમાજના ઉપપ્રમુખ અરવિંદભાઈ પાબારી, તુલસીભાઈ ભાયાણી, મૌલીકભાઈ નથવાણી, મહામંત્રી રમેશભાઈ દતાણી, ખજાનચી નિર્મલભાઈ સામાણી, મંત્રી ભાવીનભાઈ અનડકટ, સંગઠ્ઠન મંત્રી ગિરીશભાઈ ગણાત્રા, ઓડીટર બાબુભાઈ બદિયાણી, ગોવા શીપ યાર્ડના ડાય2ેકટર હસમુખભાઈ હિંડોચા, નેશનલ શીપીંગ બોર્ડના સભ્ય રાહુલભાઈ મોદી, ખંભાળીયા નગરપાલીકાના પ્રમુખ રચનાબેન મોટાણી, ખંભાળીયા શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, ગુજ2ાત બાર કાઉન્સીલના ચેરમેન વકિલ મનોજભાઈ અનડકટ, જામનગર મહાનગ2પાલીકાના કોપારેટરો પન્નાબેન કટારીયા, કુસુમબેન ચોટાઈ (પંડયા) ઉપ2ાંત હાલાર પંથકના લોહાણા મહાજનો, યુવક મંડળો, કર્મચારી મંડળો, સોશ્યલ ગ્રુપો, મહિલા મંડળો તથા મીડીયા ક્ષ્ોત્રમાં રહેલા જ્ઞાતિના પ્રતિનીધીઓ અને વિવિધ સંસ્થાઓના હોદેદારો-આગેવાનો વિગેરે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહયા હતાં. આ કાર્યક્રમમાં આભારદર્શન રમેશભાઈ દત્તાણીએ અને સંચાલન ગિરીશભાઈ ગણાત્રા, વિરલ 2ાચ્છ અને હિતુલ કારીયાએ ર્ક્યું હતું.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular