જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી. જિલ્લામાં અલગ-અલગ પોલીસ મથકમાં ફરજ બજાવતા કુલ 95 પોલીસ કર્મચારીઓની બદલી કરવામાં આવી, જેમાં પોલીસ કોસ્ટેબલ, હેડકોસ્ટેબલ, રાઈટર સહીતના પોલીસ કર્મચારીઓ યાદીમાં સામેલ છે. જામનગર પોલીસમાં વહીવટી સરળતા ખાતર કે જાહેર હિતમાં પોલીસ કર્મચારીઓની બદલીના હુકમ થયા છે. જેમાં અનેક પોલીસ જવાનો જે ગ્રામ્ય વિસ્તારમાં ફરજ બજાવી હોય તેમને શહેર વિસ્તારમાં તેમજ શહેરી વિસ્તારમાં હોય તેવા પોલીસ જવાનો ગ્રામ્ય વિસ્તારમાં આંતરીક બદલીઓ કરવામાં આવી છે.

આ બદલીઓના હુકમની યાદીમાં સી ઈમીગ્રેશન પોસ્ટ માંથી રોહીતપરી મગનપરી ગોસાઈને જોડીયા પોલીસ સ્ટેશનમાં, સાયરથસિંહ ધનશ્યામસિંહ જાડેજાને સીટીએ થી પોલીસ હેડકવાટરમાં , જાગૃતિ વેજાભાઈ કાંબરીયાને જોડીયાથી લાલપુર, ભાનુબેન ભોજાભાઈ નંદાણિયા સીટીએથી લાલપુર મદદનીશ પોલીસ અધિક્ષકની કચેરીમાં, ગીરીરાજસિંહ ગંભીરસિંહ જાડેજા સીપીઆઈ ધ્રોલથી પોલીસ હેડકવાટર, જયદિપ આલાભાઈ છૈયા પોલીસ હેડકવાટરથી જોડીયા, નિલેશ ડાડુભાઈ આંબલિયા પોલીસ હેડકવાટરથી મહિલા પોલીસ સ્ટેશનમાં, અશોક ખોડાભઈ દાફડા સીટી બીથી ટ્રાફીક શાખામાં, પરાક્રમસિંહ ભરતસિંહ ઝાલા બેડી મરીન પોલીસથી ટ્રાફીક શાખામાં, ઈન્દ્રજીતસિંહ દશરથસિંહ જાડેજા મેધપર પોલીસ સ્ટેશનથી પોલીસ હેડકવાટર, હરપાલસિંહ મહિપતસિંહ જાડેજા સીટી બીથી સીટી એ પોલીસ સ્ટેશન, પ્રવિણ રામજીભાઈ સાધરીયા મહિલા પોલીસ સ્ટેશનથી સીટી બી પોલીસ સ્ટેશન, અમીતકુમાર રમણીકલાલ ભટ્ટ સીટી બીથી મહિલા પોલીસ સ્ટેશન , રવિ ગોવિંદ શર્મા સીટીએ થી એસઓજી, મુકેશ વિંઝુડાને સિકકાથી ધ્રોલના બદલીના હુકમ જિલ્લા પોલીસ વડા પ્રેમસુખે કર્યા છે.