Saturday, April 20, 2024
Homeરાજ્યજામનગરકામદાર કોલોનીમાં બે બાળકો રૂમમાં ફસાતા ફાયર વિભાગ દ્વારા બહાર કઢાયા

કામદાર કોલોનીમાં બે બાળકો રૂમમાં ફસાતા ફાયર વિભાગ દ્વારા બહાર કઢાયા

- Advertisement -

જામનગર શહેરમાં આવેલ કામદાર કોલોનીમાં બે બાળકો રૂમમાં ફસાઈ જતાં ફાયર વિભાગની ટીમ દોડી જઈ બાળકોને સુરક્ષિત બહાર કાઢયા હતાં.

- Advertisement -

જામનગરમાં કામદાર કોલોની વિસ્તારમાં આવેલ જ્યોત ટાવર એપાર્ટમેન્ટના જેન્તીભાઇ હીરપરાના ફલેટમાં તત્વ તથા તીસ્તા નામના બે બાળકો રૂમમાં લોક લાગી જતાં ફસાઈ ગયા હતાં. આ અંગે ફલેટધારક દ્વારા ફાયર વિભાગને જાણ કરાતાં જામનગર મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને રૂમનો દરવાજો ખોલી બન્ને બાળકોને બચાવી બહાર કાઢયા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular