Thursday, September 23, 2021
Homeમનોરંજનબોલીવુડમાં ફરી ધુણ્યું ડ્રગ્સનું ભૂત, દિગ્ગજ અભિનેતા લપેટમાં

બોલીવુડમાં ફરી ધુણ્યું ડ્રગ્સનું ભૂત, દિગ્ગજ અભિનેતા લપેટમાં

- Advertisement -

બોલીવુડમાં ફરી એક વખત ડ્રગ્સ નું ભૂત ધુણ્યું છે. નાર્કોટિક્સ બ્યુરોએ બોલીવુડના વધુ એક અભિનેતાને ત્યાં ડ્રગ્સને લઈને દરોડો પાડતા ચકચાર મચીજવા પામી છે. બિગ બોસના પૂર્વ સ્પર્ધક અરમાન કોહલી ફરી એકવાર વિવાદમાં ઉતર્યો છે.

Arman Kohli - IMDb
- Advertisement - Umiya Mobile - Khabar Gujarat

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓએ શનિવારે એક ડ્રગ સંબંધિત કેસના સંબંધમાં અભિનેતાના ઘરે મુંબઈમાં દરોડા પાડ્યા હતા. હાલ તપાસ ચાલુ છે. ડ્રગ પેડલર સાથે જોડાણના આરોપમાં તેના ઘરે આ દરોડા પાડવામાં આવ્યા છે. શુક્રવારે રાત્રે NCB દ્વારા એક ડ્રગ પેડલર પકડાયો હતો. જેમણે અરમાન કોહલીનું નામ લીધું.

એન્ટી ડ્રગ લો એન્ફોર્સમેન્ટ એજન્સીએ અરમાન કોહલીના ઘરે દરોડા અંગે કોઈ માહિતી આપી નથી. એનસીબીએ ટીવી અભિનેતા ગૌરવ દીક્ષિતની કથિત ડ્રગ્સ કેસમાં ધરપકડ કર્યાના એક દિવસ બાદ આ કાર્યવાહી કરવામાં આવી છે. એજાઝ ખાનની પૂછપરછ દરમિયાન ગૌરવ દીક્ષિતનું નામ સામે આવ્યા બાદ એનસીબી દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ તેને 30 ઓગસ્ટ સુધી NCB કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular