જોડિયા ગામના મોટાવાસમાં માવતરે રોકાવા આવેલી પરિણીતા ઘરે એકલી હતી ત્યારે તેના પતિએ આવીને સાથે લઇ જવાનું જણાવતા પત્નીએ સાથે જવાની ના પાડતાં પતિએ લોખંડની કોસ વડે હુમલો કરી ધમકી આપી હતી.
આ બનાવની વિગત મુજબ જોડિયા ગામમાં આવેલા મોટાવાસમાં માવતરે પરિણીતા નાઝમીનબેન મોહસિનભાઇ છેર (ઉ.વ.19) નામની પરિણીતા પંદર દિવસથી તેના પિતા જુનુસભાઇના ઘરે માવતરે જોડિયાના મફતિયાપરામાં રોકાવા આવી હતી. યુવતી ગુરૂવારે સવારે તેણીના માવતરે એકલી હતી ત્યારે તેનો પતિ મોહસીન શબ્બીર છેર ઘરે આવ્યો હતો. તેની પત્નીને સાથે લઇ જવાનું કહેતાં પત્નીને સાથે જવાની ના પાડતા ઉશ્કેરાયેેલા પતિ મોહસિનએ પત્ની ઉપર લોખંડની કોસ વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલામાં ઘવાયેલી પત્નીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં બનાવની જાણના આધારે હે.કો. એમ. બી. જરમરિયા તથા સ્ટાફએ આરોપી પતિ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરીહતી.


