Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરબોરમાં પડેલ બાળકને 9 કલાકે જીવિત બહાર કાઢનાર નાયકોનું સન્માન - VIDEO

બોરમાં પડેલ બાળકને 9 કલાકે જીવિત બહાર કાઢનાર નાયકોનું સન્માન – VIDEO

- Advertisement -

- Advertisement -

જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોવાણા ગામમાં બોરવેલમાં માત્ર 2 વર્ષનો રાજ નામનો બાળક પડી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ ગણતરીના સમયમાં 108 અને ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમ ત્યાં પહોંચી ગઈ હતી. જ્યાં ઓકસીજન આપવાની કામગીરીથી લઈ બાળકને જીવિત બહાર કાઢવા સુધી સતત 9 કલાક “ઓપરેશન જીંદગી” સફળતાપૂર્વક પાર પાડનાર જામનગર ફાયર ટીમ, રિલાયન્સ ફાયર ટીમ તથા 108 ની ટીમ એ ભારે જહેમત ઉઠાવી હતી. બોરવેલમાં પડી ગયેલ બાળકને જીવિત બહાર કાઢવાના કિસ્સાઓમાં સફળતાનો રેશિયો ખૂબ ઓછો રહ્યો છે. પણ આપણા સુપર હીરો ની ટીમ ને કારણે, તેઓના અનુભવ, સૂઝબૂઝને કારણે આ અશક્ય સમાન ઘટના 9 કલાકની જહેમત બાદ શક્ય બની છે. જામનગર જી જી હોસ્પિટલ અને આરોગ્ય વિભાગનો સ્ટાફ, તબીબો પણ ખડે પગે સ્થળ ઉપર રહ્યા હતા, બાળક ને બહાર કઢાયા થી હોસ્પિટલ સુધી માર્ગ માં જ સારવાર શરૂ કરી દેવામાં આવી હતી. આ તબક્કે ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટી જામનગરના ચેરમેન ભાર્ગવ ઠાકર તથા ટીમ દ્વારા ફાયર બ્રિગેડ, જામનગર ટીમના કામિલ મહેતા (સ્ટેશન ફાયર ઓફિસર), રાકેશ ગોકાણી (ઇન્ચાર્જ સ્ટેશન ફાયર ઓફિસર), અજય પાંડિયન (ફાયર ઓપરેટર), જયંતિ સિંધવ (ફાયર ઓપરેટર), આલાભાઈ ડાંગર (EMT 108) કમલેશભાઈ કંટારિયા (પાયલોટ,108), એમ.ડી. પરમાર (ફાયર ઓફિસર,કાલાવડ) અને સમગ્ર ફાયર બ્રિગેડ, કાલાવડ ટીમના અશ્વિન પાટડીયા, આર.કે સુમરા, આર. પી. ગઢવી, આર.સી. પાંડિયન, જે.એ. વડેખણીયા, રિલાયન્સ ફાયર બ્રિગેડ ટીમના ના રિતેશ રાજ ( ફાયર ઓફિસર, રિલાયન્સ ફાયર બ્રિગેડ), મહેશ જોરા (ફાયર ઓપરેટર, રિલાયન્સ ફાયર બ્રિગેડ સર્વિસ), હર્ષદ પાટીદાર (ફાયર ઓપરેટર, રિલાયન્સ ફાયર બ્રિગેડ સર્વિસ) નું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું. આ તબક્કે જામનગરના કલેકટર ભાવિન પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટી દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવેલ. આ કાર્યક્રમનું સફળ સંકલન રેડ ક્રોસ સોસાયટી ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીના સભ્ય કિંજલભાઈ કે. કારસરીયા દ્વારા કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમમાં જામનગર કલેકટર ભાવિન પંડ્યા, ચીફ ફાયર ઓફિસર કે.કે. બિસ્નોઈ, ચેરમેન, ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટી, આઇ.આર.સી.એસ, જામનગરના ટ્રેનિંગ લીધેલા હંસાબેન કણજારીયા, નિકુલદાન ગઢવી, રિલાયન્સના આશિષભાઈ ખારોડ, મનોજભાઈ મણિયાર, કિરીટસિંહ વાળા, રાજુભાઈ ગોરી, વિશાલ ભાલાળા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular