Wednesday, December 4, 2024
Homeસ્પોર્ટ્સટી-20માં ઇતિહાસ રચાયો : બબ્બે સુપર ઓવર ભારતે અફઘાનિસ્તાનને હરાવ્યું

ટી-20માં ઇતિહાસ રચાયો : બબ્બે સુપર ઓવર ભારતે અફઘાનિસ્તાનને હરાવ્યું

- Advertisement -

ભારતે ટી-20 વર્લ્ડ કપ પહેલા અફઘાનિસ્તાનને ક્લીન સ્વીપ કર્યો છે. ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની શ્રેણીની છેલ્લી ટી-20 મેચ બીજી સુપર ઓવરમાં 10 રને જીતી લીધી હતી. બેંગલુરુમાં ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટે 212 રન બનાવ્યા હતા. જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 212 રન કર્યા. મેચ સુપર ઓવરમાં પહોચી. પ્રથમ સુપર ઓવરમાં મુકેશ કુમારની બોલિંગ સામે અફઘાન ટીમે ભારતને જીતવા માટે 17 રનનો ટાર્ગેટ આપ્યો હતો અને ભારતીય ટીમે 16 રન બનાવ્યા હતા જેમાં રોહિત શર્માએ 13 રન કર્યા. આવી સ્થિતિમાં, પ્રથમ સુપર ઓવર ટાઇમાં સમાપ્ત થઈ. તો સિરીઝમાં નિર્ણય લાવવા બીજી સુપર ઓવર કરવામાં આવી જેમાં વિજેતાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં ભારતે મહેમાન ટીમને 11 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ અફઘાન ટીમે રવી બિશનોઇની બોલિંગમાં ત્રણ બોલમાં માત્ર એક રન બનાવી શકી હતી અને બે વિકેટ ગુમાવી દીધી હતી. આ રીતે ભારતે ખૂબ જ રોમાંચક મેચમાં જીત મેળવી હતી. આ જીત સાથે ભારતે 3 મેચની ટી-20 શ્રેણી 3-0થી જીતી લીધી છે. ટી-20 વર્લ્ડ કપ પહેલા ભારતની આ છેલ્લી ટી-20 સિરીઝ છે. ભારતે પહેલા ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લેતા ટીમ ઇન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. ફરીદ અહેમદે યશસ્વી જયસ્વાલ (4)ને મોહમ્મદ નબીના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. વિરાટ કોહલી પહેલા જ બોલ પર અહમદના હાથે ઈબ્રાહિમ ઝદરાનના હાથે કેચ આઉટ થયો હતો. કોહલી તેની ટી-20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં પ્રથમ વખત ગોલ્ડન ડક પર આઉટ થયો હતો. શિવમ દુબે (1) અઝમતુલ્લા ઓમરઝાઈના હાથે વિકેટકીપર રહેમાનુલ્લાહ ગુરબાઝના હાથે કેચ આઉટ થયો હતો. સંજુ સેમસન પણ ગોલ્ડન ડક પર આઉટ થયો હતો, ફરીદ અહેમદે તેને પ્રથમ બોલ પર મોહમ્મદ નબીના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. કેપ્ટન રોહિત શર્મા (121*) અને નવા ફિનિશર રિંકુ સિંઘ (69*) 22 રનમાં ચાર વિકેટ ગુમાવ્યા બાદ ભારતીય ટીમને મુશ્કેલીમાંથી બહાર લાવ્યા હતા. રોહિત શર્માએ રિંકુ સાથે 190 રનની રેકોર્ડ ભાગીદારી કરી અને વિશ્વમાં સૌથી વધુ ટી-20 ઈન્ટરનેશનલ સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો. રોહિત શર્માએ 69 બોલમાં 11 ચોગ્ગા અને 8 છગ્ગાની મદદથી અણનમ 121 રન બનાવ્યા હતા. રિંકુ સિંહે તેના કેપ્ટનને ખૂબ જ સારો સાથ આપ્યો અને 39 બોલમાં બે ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી અણનમ 69 રન બનાવ્યા. બંને બેટ્સમેનોએ છેલ્લી બે ઓવરમાં 58 રન ઉમેર્યા, જેમાં છેલ્લી ઓવરમાં 36 રન બનાવ્યા. આ બંને બેટ્સમેનોએ ભારતીય ટીમને વધુ નુકસાન થવા દીધું નહીં અને 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 212 રન બનાવ્યા. અફઘાનિસ્તાન તરફથી ફરીદ અહેમદે ત્રણ જ્યારે અઝમતુલ્લા ઓમરઝાઈએ એક વિકેટ ઝડપી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular