Tuesday, July 21, 2026
Homeરાજ્યહાલારપડાણામાંથી પંજાબના ત્રણ શખ્સો પાસેથી હેરોઇનનો જથ્થો મળી આવ્યો

પડાણામાંથી પંજાબના ત્રણ શખ્સો પાસેથી હેરોઇનનો જથ્થો મળી આવ્યો

જામનગર શહેર અને જિલ્લામાં નશીલા પદાર્થનું વેચાણ દિવસેને દિવસે વધી રહ્યું છે. નશીલા પદાર્થો બેરોકટોક હાલારમાં વેચાણ થતાં જોવા મળે છે. મેઘપર ગામમાં આવેલી ઓરડીમાંથી સિક્કા પોલીસે રેઇડ દરમ્યાન 6.23 ગ્રામ હેરોઇનના જથ્થા સાથે ત્રણ પરપ્રાંતિયોને દબોચી લઇ ચાર શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ આરંભી હતી.

- Advertisement -

સંવેદનશીલ ગણાતા હાલારના દરિયાકિનારાનો ઉપયોગ વર્ષોથી ગુનાહિત પ્રવૃત્તિ અને દાણચોરી માટે કુખ્યાત રહ્યો છે. આ દરિયાકિનારેથી દાણચોરી મહદ્અંશે બંધ થઇ ગઇ છે. ત્યારે છેલ્લા થોડા વર્ષોથી હાલારમાં નશીલા પદાર્થનું વેચાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. તેમાં પણ ખાસ કરીને નશીલા પદાર્થોનું વેચાણ પરપ્રાંતિયો દ્વારા તથા દરિયાકિનારાના વિસ્તારમાં લોકો દ્વારા કરવામાં આવતું હોય છે. દરમ્યાન ગત્ તા. 08 માર્ચના રોજ પડાણા ગામમાં પાણીના ટાંકા પાસે આવેલા દિનેશભાઇ મઢવીની ઓરડીમાં ભાડે રહેતાં પ્રભશેરસિંગ સવેદરસિંગ, શેરસીંગ ઉર્ફે શેરા ગુરદેવસિંગ, દીલબાગસિંગ બચ્ચનસિંગ (રહે. ત્રણેય પંજાબ) નામના ત્રણ શખ્સો પાસેથી રેઇડ દરમિયાન પીઆઇ પી. ટી. જયસ્વાલ તથા સ્ટાફ દ્વારા તલાશી લેવાતાં રૂા. 1,24,600ની કિંમતનું 6.23 ગ્રામ હેરોઇન (ઓપીયમ ડેરીવેટીવ્ઝ) નામનું ડ્રગ્ઝ કબ્જે કર્યું હતું.

તેમજ રેઇડ દરમ્યાન મેઘપર પોલીસે ત્રણ પરપ્રાંતિય શખ્સો પાસેથી હેરોઇન ઉપરાંત રૂા. 15,500ની કિંમતના ચાર મોબાઇલ ફોન તથા રૂા. 500ની કિંમતનો ઇલે. કાટો, રૂા. 1500ની રોકડ રકમ મળી કુલ રૂા. 1,42,110ની કિંમતનો મુદામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતાં આ હેરોઇનના જથ્થામાં મનાસિંગ મુખાસિંગ (રહે. બોપારાઇ, જિ. અમૃતસર, પંજાબ)ની સંડોવણી ખુલતા પોલીસે ચાર શખ્સો વિરૂદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular