Wednesday, October 23, 2024
Homeરાજ્યજામનગરઆવી છે પીજીવીસીએલની પ્રિ-મોન્સૂન કામગીરી...!

આવી છે પીજીવીસીએલની પ્રિ-મોન્સૂન કામગીરી…!

- Advertisement -

ચોમાસાની શરૂઆત થાય તે પહેલાં જામનગર મહાનગરપાલિકા અને પીજીવીસીએલ સહિતના તંત્ર દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. દર વર્ષે આ રીતની કામગીરીમાં કરોડોનો વેડફાટ કર્યા બાદ જેવું ચોમાસુ શરૂ થાય તેની સાથે જ તંત્રએ કેવી પ્રિ-મોન્સૂન કામગીરી કરી હતી તેની પોલ ખુલતી જાય છે. તંત્ર ગમે એટલી સાવચેતી રાખે પરંતુ એક જ વરસાદ તંત્રની પોલ ખોલવા માટે કાફી છે. મહાપાલિકા અને પીજીવીસીએલ દ્વારા ચોમાસા પૂર્વે પ્રિ-મોન્સૂન કામગીરી પાછળ કરોડોનું એંધાણ થતું હોય છે. પરંતુ ચોમાસાની સીઝનમાં વીજથાંભલે શોક લાગવાથી માનવ અને પશુના મોત નિપજવાની ઘટનાઓ બનતી હોય છે. જ્યારે મહાનગરપાલિકા દ્વારા કરાયેલી પ્રિ-મોન્સૂન કામગીરી બાદ પણ શહેરમાં અનેક વિસ્તારોમાં ગોઠણડૂબ પાણી ભરાઈ જવાની ઘટનાથી શહેરીજનો ટેવાઈ ગયા છે. જોકે, અમુક વિસ્તારોમાં વધુ સમય પાણી રહેવાથી વિસ્તારના લોકો દ્વારા આંદોલન પણ કરવામાં આવે છે. પરંતુ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. આ વર્ષે પણ ચોમાસામાં પીજીવીસીએલ દ્વારા કરાયેલી પ્રિ-મોન્સૂન કામગીરી પછી શહેરના સાધના કોલોની, ડી.કે.વી. રોડ જેવા વિસ્તારોમાં પીજીવીસીએલની પોલ ખુલતી નજરે પડે છે જેમાં ટ્રાન્સફોર્મર ઉપર વીંટળાયેલા ઝાડના કારણે ટ્રાન્સફોર્મર જ ઢકાઇ જાય છે. જો કે, દુ:ખદ બાબત એ છે કે, પીજીવીસીએલના બાહોશ અધિકારીઓના નેજા હેઠળ કરાયેલી પ્રિમોન્સૂન કામગીરી બાદ પણ જો આ જ પરિસ્થિતિ રહેતી હોય તો કરોડો રૂપિયા ખર્ચવાની જરૂર શું છે ? તે પૈસા કોના ખીસ્સામાં જાય છે ?

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular