Wednesday, December 4, 2024
Homeરાજ્યજામનગરજામનગરના ધર્મસ્થાનોમાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી - VIDEO

જામનગરના ધર્મસ્થાનોમાં ગુરૂપૂર્ણિમાની ઉજવણી – VIDEO

આણદાબાવા આશ્રમ, પ નવતનપુરી ધામ, મોટી હવેલી, કબીર આશ્રમ, જયોતિવિનોદ ઉપાયશ્રય સહિતના સ્થળોએ ભાવિકો અનુયાયીઓ દ્વારા ગુરૂપૂજન

- Advertisement -

જામનગર સહિત સૌરાષ્ટભરમાં ગઇકાલે ગુરૂપૂર્ણિમા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જામનગર શહેરમાં આણદાબાવા સેવા સંસ્થા, ખીજડામંદિર, કબીર આશ્રમ, બાલાહનુમાન સંર્કિતન મંદિર, ગીતા વિદ્યાલય, મોટી હવેલી, ચાંદીબજાર નજીક આવેલ જયોતિવિનોદ જૈન ઉપાશ્રય, સાંઇબાબા મંદિર સહિતના સ્થળઓે ગુરૂ પૂજન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. જેમાં ભાવિકો તથા અનુયાયીઓ મોટી સંખ્યામાં ઉમટયા હતા.

- Advertisement -

જામનગર શહેરમાં લીમડાલેનમાં આવેલ આણદાબાવા આશ્રમમાં મહંત દેવપ્રસાદજી મહારાજ, ખંભાળિયા નાકા પાસે આવેલ પ્રણામી સંપ્રદાયના ખીજડા મંદિરમાં મહંત કૃષ્ણમણિ મહારાજ, કબીર આશ્રમ, મોટી હવેલી, જયોતિવિનોદ ઉપાયશ્રયમાં પરમપૂજય હેમતવિજયજી મહારાજ સાહેબની નિશ્રામાં ગુરૂપૂર્ણિમા નિમિતે વહેલી સવારથી જ ગુરૂદેવના પૂજન માટે ભાવિકો અને અનુયાયીઓ મોટી સંખ્યામાં ઉમટયા હતા. ઠેર-ઠેર ગુરૂપૂજન, ગુરૂવંદના દ્વારા લોકોએ ગુરૂજનોના આશિર્વાદ મેળવ્યા હતા. આણદાબાવા આશ્રમ ખાતે પૂર્વમંત્રી પરમાણંદભાઇ ખટર સહિતના મહાનુભાવો દવારા ગુરૂપૂજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular