Sunday, October 6, 2024
Homeરાજ્યસતત ત્રણ આંચકા સાથે ફરી ધ્રુજી ગુજરાતની ધરા

સતત ત્રણ આંચકા સાથે ફરી ધ્રુજી ગુજરાતની ધરા

- Advertisement -

કચ્છમાં ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે પણ કચ્છની ધરા ભૂકંપના ત્રણ આંચકાથી ધ્રુજી ઉઠી હતી. કચ્છના દુધઈ,ભચાઉ અને ખાવડામાં રાત્રીથી સવાર સુધીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

- Advertisement -

દૂધઈમાં રાત્રે 12:12 મીનીટે 3.0ની તીવ્રતાનો  આંચકો અનુભવાયો હતો જયારે ભચાઉમાં  સવારે 5:59 મિનીટે 1.1.ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.જયારે ખાવડામાં  સવારે 9:37 કલાકે 3.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. દુધઈમાં આવેલા આંચકાનું કેન્દ્રબિંદુ દુધઈથી 8કિમી દુર જયારે ભાચાઉ અને ખાવડામાં આવેલ આંચકાનું કેન્દ્રબિંદુ 20 કિમી દુર હતું. આ અગાઉ પણ ૧૧ જાન્યુઆરીના રોજ કચ્છમાં  દુધઈ નજીક ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. કચ્છમાં છેલ્લા ઘણા સમયથી ભૂકંપના આંચકા સતત અનુભવાઈ રહ્યા છે.  આ દિવસોમાં ગુજરાતમાં ભૂકંપના કૂલ ૩૫ આંચકા નોંધાયા છે જેમાં ૪ તો રિક્ટર સ્કેલ પર ૩.૦થી વધુ તીવ્રતાના છે અને ચારેય કચ્છ પંથકમાં નોંધાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular