Wednesday, November 13, 2024
Homeરાજ્યકલ્યાણપુરમાં વૃધ્ધાની હત્યાના આરોપીઓની રિમાન્ડ મેળવવા તજવીજ

કલ્યાણપુરમાં વૃધ્ધાની હત્યાના આરોપીઓની રિમાન્ડ મેળવવા તજવીજ

- Advertisement -

કલ્યાણપુર પંથકમાં રહેતા એક વૃધ્ધાની પૈસા સહિતના કારણોસર નિર્મમ હત્યા નિપજાવનાર બે શખ્સોની પોલીસે વિધીવત રીતે ધરપકડ કરી, રિમાન્ડ સહિતની કાર્યવાહી કરી હતી છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, કલ્યાણપુર ખાતે રહેતા અને નિવૃત્ત જીવન ગુજારતા એક બ્રાહ્મણ દંપતી પરિવારના 65 વર્ષીય વૃદ્ધ મહિલા જયાબેન જટાશંકરભાઈ ભોગાયતા ગત તા. 1 ના રોજ સાંજના સમયે બજારમાંથી રાશનની ખરીદી કરીને ઘરે પરત આવતા અગાઉના આર્થિક વહિવટ તથા અન્ય કારણસર થયેલા મનદુ:ખનો રાગદ્વેષ રાખી તેમની પથ્થરના બેફામ ઘા મારી અને નિર્મમ હત્યા નિપજાવવામાં આવી હતી. આ ચકચારી હત્યા પ્રકરણમાં સ્થાનિક પોલીસ ઉપરાંત સમગ્ર જિલ્લાભરના પોલીસ સ્ટાફ દ્વારા સાધન કાર્યવાહી કરી અને ગણતરીના કલાકોમાં જ મુખ્ય બે આરોપીઓને દબોચી લેવામાં આવ્યા હતા.

આ હત્યા પ્રકરણમાં પોલીસે મૂળ આગ્રા (યુ.પી.) ના અને હાલ કલ્યાણપુરમાં રહેતા સોનુ બ્રિજેશસિંગ રાજપુત નામના 23 વર્ષીય પરપ્રાંતિય શખ્સ ઉપરાંત કલ્યાણપુરના રહીશ માંલો ઉર્ફે માઈકલ ખીમાભાઈ રાઠોડ (ઉ.વ. 22) નામના બે શખ્સોની અટકાયત કરી લીધી હતી. બાદમાં તેઓના કોરોના ટેસ્ટ નેગેટીવ આવતા ગઈકાલે બુધવારે આ બન્નેની વિધિવત રીતે ધરપકડ કરવામાં આવી હતી.

- Advertisement -

ઝડપાયેલા બન્ને શખ્સોને આજરોજ વધુ તપાસ અર્થે તપાસનીસ અધિકારી પીએસઆઇ એફ.બી. ગગનીયા દ્વારા કલ્યાણપુરની અદાલતમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે. આ પ્રકરણમાં હજુ વણઉકેલ રહેલી કેટલીક બાબતો પર પ્રકાશ પડે તેવી સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular