ધ્રોલ ગામમાં લતીપર રોડ પર વિસ્તારમાં રહેતી યુવતીને ત્રણ વર્ષથી છાતીમાં થતા દુ:ખાવા બાદ શ્ર્વાસની તકલીફ થવાથી જામનગરની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, ધ્રોલ ગામમાં લતીપર રોડ પરના વિસ્તારમાં રહેતાં નીતુબેન ભરતભાઈ વાઘેલા (ઉ.વ.28) નામની ઘરકામ કરતી યુવતીના લગ્ન ચાર વર્ષ અગાઉ થયા હતાં. દરમિયાન ત્રણ વર્ષથી છાતીમાં દુ:ખાવો થતો હોવાથી જેની સારવાર ચાલુ હતી અને છેલ્લાં એક અઠવાડિયાથી કમળાની અસર થઈ હતી ત્યારે સોમવારે રાત્રિના સમયે અચાનક છાતીમાં દુ:ખાવો અને શ્ર્વાસની તકલીફ થવાથી ચકકર આવતા ધ્રોલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીની હાલત વધુ ગંભીર જણાતા જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેણીનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પતિ ભરતભાઈ દ્વારા જાણ કરાતા હેકો કે.ડી.કામરીયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી.