Thursday, May 14, 2026
Homeરાજ્યજામનગરપડાણામાં યુવતીની દુપટ્ટા વડે ગળફાંસો ખાઇ આત્મહત્યા

પડાણામાં યુવતીની દુપટ્ટા વડે ગળફાંસો ખાઇ આત્મહત્યા

અન્ય બહેનોની સરખામણીમાં મારા ઉપર ધ્યાન કોઇ ધ્યાન દેતું નથી : આવેશમાં આવી જઇ જિંદગી ટૂંકાવી : પોલીસ દ્વારા કાર્યવાહી

લાલપુર તાલુકાના પડાણા ગામમાં રહેતી યુવતીએ તેની બહેનોને સારી રીતે રાખો છો અને મારા ઉપર કોઇ ધ્યાન દેતું નથી તેવા વિચારો કરી આવેશમાં આવી દુપટ્ટા વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ આત્મહત્યાના બનાવની મળતી વિગત મુજબ લાલપુર તાલુકાના પડાણા ગામના શિવપરા વિસ્તારમાં રહેતાં દેવાભાઇ કાનાભાઇ વઘોરા નામના મજૂરી કરતાં યુવાનની પુત્રી રવિનાબેન દેવાભાઇ વઘોરા (ઉ.વ.19) નામની યુવતી તામસી સ્વભાવની હતી અને તેની બીજી બહેનોને તેણીના પિતા સારી રીતે રાખતા હતા. પરંતુ રવિના ઉપર કોઇ ધ્યાન દેતું ન હોવાની વ્યથા મનમાંને મનમાં કોરી ખાતી હતી. આવા વિચારોના કારણે આવેશમાં આવીને મંગળવારે રાત્રિના સમયે તેણીના ઘરે રૂમના પંખાના હૂકમાં દુપટ્ટા વડે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગેની મૃતકના પિતા દેવાભાઇ દ્વારા જાણ કરાતા હે.કો. આર. એન. થાનકી તથા સ્ટાફએ સ્થળ ઉપર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular