Wednesday, September 11, 2024
Homeરાજ્યજામનગરજામજોધપુરમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા ચાર શખ્સ ઝડપાયા

જામજોધપુરમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા ચાર શખ્સ ઝડપાયા

- Advertisement -

જામજોધપુરમાં રેલવે સ્ટેશન રોડ પર જાહેરમાં તીનપતિનો જુગાર રમતા ચાર શખ્સોને સ્થાનિક પોલીસે રૂા.24,000 ના મોબાઇલ અને રોકડ રકમ સહિત રૂા.35,680 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. જામનગરના નંદનવનમાંથી તીનપતિનો જૂગાર રમતા ત્રણ શખ્સોને પોલીસે રૂા.10,210 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં. જામજોધપુર તાલુકાના માંડસણ ગામમાંથી ત્રણ શખ્સોને પોલીસે જૂગાર રમતા ઝડપી લઇ રૂા.6430 ની રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે જામનગર શહેરમાં પાંચ હાટડી વિસ્તારમાંથી એકી બેકીનો જૂગાર રમતા બે શખ્સોને દબોચી લીધા હતાં અને જામનગરના બેડીથરી વિસ્તારમાંથી ત્રણ શખ્સોને જૂગાર રમતા ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ, જામજોધપુરના રેલવે સ્ટેશન રોડ પર જાહેરમાં સ્ટ્રીટલાઈટના અંજવાળે તીનપતિનો જૂગાર રમાતા સ્થળે સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન મહેન્દ્ર ઉર્ફે જીકો વિઠ્ઠલ વરાણીયા, બાવનજી નાગજી ખાંટ, હરેશ ભવાન ચૌહાણ, રાજેશ ઉર્ફે રાજુ ભાણજી પોપટ નામના ચાર શખ્સોને રૂા.11680 ની રોકડ રકમ અને રૂા.24,000 ની કિંમતના ચાર નંગ મોબાઇલ સહિત રૂા.35680 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.

બીજો દરોડોો, જામનગર શહેરના નંદનવન પાર્ક શેરી નં.2 માં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા રોહિત ઉર્ફે જીંઝલો દિનેશ ત્રિવેદી, ભાવિરાજસિંહ ભરતસિંહ પીંગળ, અઝમેરી મહમદયાકુબ ફકીર નામના ત્રણ શખ્સોને સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રૂા.10210 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

ત્રીજો દરોડો, જામજોધપુર તાલુકાના માંડાસણ ગામમાંથી તીનપતિનો જૂગાર રમતા હરેશ લાલજી બેડવા, વજુ સામત મકવાણા, કિશોર રામા બેડવા નામના ત્રણ શખ્સોને રૂા.6430 ની રોકડ રકમ અને ગંજીપના સાથે શેઠવડાળા પોલીસે ઝડપી લીધા હતાં.

ચોથો દરોડો, જામનગર શહેરમાં પાંચહાટડી વિસ્તારમાં ચલણી નોટો પર એકી બેકીનો જૂગાર રમતા અજય લક્ષ્મણ પરમાર, મોહીઝ અબ્બાસ હડિયાણાવાલા નામના બે શખ્સોને સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન રૂા.10390 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -

પાંચમો દરોડો, જામનગરના બેડીથરી વિસ્તારમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા શબીર જાકુબ સુમરીયા, રમઝાન હનીફ જેડા, ગુલામ આમદ ચમડિયા નામના ત્રણ શખ્સોને બેડી મરીન પોલીસે રૂા. 1880 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular