જામનગર શહેરમાં પાણી પૂરવઠાના ગોડાઉનમાં થયેલ ઘરફોડ ચોરીના કેસમાં સીટી બી પોલીસે ચાર શખ્સોનું રૂા.1,23,600 કિંમતના કોપર વાયરના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના પ્રતાપ વિલાસ પેલેસ પાસે આવેલ પાણી પૂરવઠાના ગોડાઉનમાં રૂા.99,100 ની કિેંમતના 302 મિટર જેટલા કોપરના કેબલ તથા અન્ય રૂા.24,500 ની કિંમતના 50 મીટરના કોપર કેબલ સહિત કુલ રૂા.1,23,600 ની કિંમતના કોપરના કેબલની ચોરી થયા અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. આ કેસમાં ચાર શખસો ચોરાઉ મુદ્દામાલ સાથે રાજપાર્કના ઢાળિયા પાસે ઉભા હોવાની સીટી બી ના સર્વેલન્સ સ્ટાફના પો.કો. બલભદ્રસિંહ જાડેજા, મયુરરાજસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા તથા હેકો ક્રિપાલસિંહ સોઢાને મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ અને નાયબ પોલીસ અધિક્ષક જે.એન. ઝાલા ની સૂચના તથા પીઆઇ એચ.પી.ઝાલા, પીએસઆઈ એ.વી. વણકરના માર્ગદર્શન હેઠળ સીટી બી ના હેકો રાજેશ વેગડ, ક્રિપાલસિંહ સોઢા, પો.કો. સંજય પરમાર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, બલભદ્રસિંહ જાડેજા, જયદીપસિંહ જાડેજા, પ્રદિપસિંહ રાણા, કલ્પેશ અઘારા, હિતેશ મકવાણા, વિપુલ ગઢવી સહિતના સ્ટાફ દ્વારા રેઈડ દરમિયાન રાજપાર્કના ઢાળિયો મામાસાહેબના મંદિર પાસેથી જયસુખ રવજી વાઘેલા, સંજય રાયધન વાઘેલા, શૈલેષ નાનજી વાઘેલા, રમાબેન રાજુ વાજેલીયા નામના ચાર શખ્સોને રૂા.1,23,600 ની કિંમતના 141 કિલો 650 ગ્રામ કોપર વાયરના ગુચડા સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.