Friday, July 12, 2024
Homeરાજ્યજામનગરફલ્લા નજીક ટ્રકે કારને ઠોકરે ચડાવતા બે મહિલા સહિત ચારને ઇજા

ફલ્લા નજીક ટ્રકે કારને ઠોકરે ચડાવતા બે મહિલા સહિત ચારને ઇજા

- Advertisement -

જામનગર શહેરમાં રહેતા વેપારી યુવાન તેની પત્ની સાથે કારમાં લતીપરથી જામનગર આવી રહ્યા હતા તે દરમ્યાન ફલ્લા નજીક પૂરઝડપે આવી રહેલા ટ્રકચાલકે પાછળથી કારને ઠોકર મારતા અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓને ઇજા પહોંચી હતી.

- Advertisement -

અકસ્માતના બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં આશિર્વાદ એવન્યુમાં રહેતા મહેશભાઇ કુરજીભાઇ રંગાણી (ઉ.વ.42) નામના વેપારી યુવાન મંગળવારે બપોરના સમયે તેના પત્ની ભાવનાબેન તથા તેના ભાઇ દિલીપભાઇ અને પત્ની હર્ષાબેન તેમજ પાડોશી હેતલબેન સાથે તેમની જીજે01એચએક્સ 2379 નંબરની કારમાં લતીપરથી જામનગર આવી રહ્યાં હતાં તે દરમ્યાન ફલ્લા ગામના બસ સ્ટેન્ડ સામેના રોડ પર પહોંચતા પૂરઝડપે આવી રહેલા જીજે03બીડબલ્યુ 8163 નંબરના ટ્રકચાલકે કારને પાછળથી ઠોકર મારતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર મહેશભાઇ અને તેમના પત્ની ભાવનાબેન તથા હર્ષાબેન તેમજ પાડોશી હેતલબેનને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં બનાવની જાણના આધારે હે.કો.ડી.એ.રાઠોડ તથા સ્ટાફે મહેશભાઇના નિવેદનના આધારે ટ્રકચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular