Thursday, June 17, 2021
Homeરાજ્યજામનગરપટેલ કોલોનીમાંથી જૂગાર રમતા પાંચ શખ્સ ઝડપાયા

પટેલ કોલોનીમાંથી જૂગાર રમતા પાંચ શખ્સ ઝડપાયા

રૂા.29,500ની રોકડ અને બાઇક સહિત રૂા.1 લાખનો મુદ્દામાલ કબ્જે : બે શખ્સો નાશી ગયા

- Advertisement -

જામનગર શહેરના પટેલ કોલોની શેરી નં.7-8 વચ્ચે આવેલા એપાર્ટમેન્ટમાં ચાલતા જૂગાર સ્થળે એલસીબીની ટીમે રેઇડ દરમિયાન પાંચ શખ્સોની રૂા.29500ની રોકડ અને 60 હજારની કિંમતની બે બાઇક મળી કુલ રૂા.1,05,500ના મુદ્દામાલ કબજે કરી બે શખ્સોની શોધખોળ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં પટેલ કોલોની શેરી નં.7-8 વચ્ચે આવેલા રાજપથ એપાર્ટમેન્ટમાં રહેતા સ્મિત કાનાબારના ફલેટમાં જૂગાર રમાતો હોવાની એલસીબીના અજયસિંહ ઝાલા અને યશપાલસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસ વડા દિપન ભદ્રનની સૂચનાથી પીઆઈ કે.જી. ચૌધરી, પીએસઆઈ આર.બી. ગોજિયા, કે.કે. ગોહિલ, બી.એમ. દેવમુરારી તથા માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, અશ્ર્વિનભાઈ ગંધા, દિલીપભાઈ તલવાડિયા, ફીરોજભાઈ દલ, હિરેભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઈ ધાધલ, પ્રતાપભાઈ ખાચર, વનરાજભાઈ મકવાણા, રઘુભા પરમાર, ધાનાભાઈ મોરી, યશપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, યોગરાજસિંહ રાણા, બળવંતસિંહ પરમાર, લખમણભાઈ ભાટિયા, ભારતીબેન ડાંગર, એ.બી. જાડેજા તથા અરવિંદગીરી સહિતના સ્ટાફે સ્મિત બીપીન કાનાબાર, પ્રતાપસિંહ પ્રભાતસિંહ જાડેજા, મુકેશ મંગલદાસ મોદી, દિનેશ શરદ શિંગાળા, રમેશ નાનજી ડાભી સહિતના પાંચ શખ્સોને ઝડપી લીધા હતા. એલસીબીએ રેઇડ દરમિયાન રૂા.29,500ની રોકડ અને રૂા.60000ની કિંમતની બે બાઇક તથા રૂા.16 હજારની કિંમતના પાંચ મોબાઇલ મળી કુલ રૂા.1,05,500નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને રેઇડ પૂર્વે નાસી ગયેલા હરપાલસિંહ જાડેજા, સાગર રાઠોડ નામના બે શખ્સોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતા.

- Advertisement -

બીજો દરોડો, જામનગરના બેડી વિસ્તારમાં જાહેરમાં તિનપતિનો જૂગાર રમતા રમિઝ ઉમર ભટ્ટી, આસિફ હસન જેડા, સાદિક હારૂન ભટ્ટી, બિલાલ અનીશ ભોકલ, હનીફ આદમ સુમારિયા અને યુસુફ અનવર જામ નામના છ શખ્સોને પોલીસે રેઇડ દરમિયાન 11,100ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular