જામનગર તાલુકાના સચાણા ગામની સીમમાં દરિયાકિનારેથી એલસીબીની ટીમે માછીમારી કરતા શખ્સને શક પડતા 390 લીટર ડીઝલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના સચણા ગામની સીમમાં માછીમારી પાસે શક પડતી ડીઝલ હોવાની એલસીબીના અરજણ કોડીયાતર, મયુદ્દીન સૈયદ, ક્રિપાલસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ આર.કે. કરમટા, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે વોચ ગોઠવી સચાણાના દરિયાકિનારે દરગાાહ પાસેથી એઝાજ મુસા ગજિયા નામના વાઘેર માછીમારેન આંતરીને તલાસી લેતા તેની પાસેથી રૂા.35100 ની કિંમતનો 390 લીટર ડીઝલનો જથ્થો મળી આવતા આ ડીઝલના આધાર પુરાવા ન હોવાથી એલસીબીએ શક પડતી મિલકત તરીકે કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.