Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરદરેડમાં દુકાનદાર પિતા-પુત્ર ઉપર ચાર શખ્સોનો જીવલેણ હુમલો

દરેડમાં દુકાનદાર પિતા-પુત્ર ઉપર ચાર શખ્સોનો જીવલેણ હુમલો

- Advertisement -

જામનગર તાલુકાના દરેડ ગામમાં આવેલા શિવમ પાર્ક વિસ્તારમાં મસાલાના પૈસા ન આપી અને ધંધો કરવો હોય તો હપ્તો આપવાની ના પાડતા દુકાનદાર અને તેના પુત્ર ઉપર ચાર શખ્સોએ એકસંપ કરી લોખંડના પાઇપ અને લાકડાના ધોકા વડે જીવલેણ હુમલો કર્યો હતો.

- Advertisement -

હત્યાના પ્રયાસના બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં વસંતવાટિકામાં રહેતા નીરજભાઇ નરેન્દ્રભાઇ નાખવા નામનો યુવાનને દરેડ ગામમાં શિવમ પાર્ક વિસ્તારમાં જય હિંગળાજ એન્ટરપ્રાઇઝ નામની પાન-મસાલાની દુકાન ચલાવે છે. દરમ્યાન રવિવારે સવારના સમયે હારૂન હાસમ ખફી નામનો શખ્સ મસાલો ખાવા આવ્યો હતો. જેથી દુકાનદારે મસાલાના પૈસા માગતા હારૂને મસાલાના પૈસા આપવાની ના પાડી અને ધંધો કરવો હોય તો તારે હપ્તો ચૂકવવો પડશે તેમ કહેતા દુકાનદારે હપ્તો આપવાની ના પાડી હતી જેથી હારૂન હાસમ ખફી, આસીફ ફકીર ખફી, હાજી અબ્બાસ ખફી, બોદુ ગફાર ખફી નામના મસીતિયાના ચાર શખ્સોએ એકસંપ કરી નીરજભાઇ ઉપર લાકડાના ધોકા અને પાઇપ વડે હુમલો કરી બળજબરીથી પૈસા કઢાવવા પ્રયાસ કર્યો હતો. પિતા ઉપર હુમલો થતા પુત્ર મીત પિતાને બચાવવા પડેલા પુત્ર ઉપર શરીરે અને માથામાં જીવલેણ હુમલો કર્યો હતો.

હુમલાના બનાવમાં મસાલો ખાવા આવેલા હારૂને બાઇક દૂર પાર્ક ન કરતા નીરજ અને મીત નામના પિતા-પુત્રએ હારૂન સાથે બોલાચાલી કરી ઝઘડો કરી કોઇ ચીજ વડે માથામાં હુમલો કર્યો હતો. જેમાં હારૂનને ઇજા પહોંચી હતી. સામ-સામા થયેલા હુમલામાં ત્રણેય ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં બનાવની જાણ થતા પીએસઆઇ એમ.વી.મોઢવાડિયા તથા સ્ટાફ તાત્કાલિક હોસ્પિટલે અને ઘટનાસ્થળે દોડી ગયો હતો. જ્યાં પોલીસે નીરજભાઇ નાખવાના નિવેદનના આધારે ચાર શખ્સો વિરૂધ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે સામા પક્ષે હારૂનના નિવેદનના આધારે પિતા-પુત્ર વિરૂધ્ધ માર માર્યાની સામી ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular