Saturday, September 14, 2024
Homeરાજ્યજામનગરમાનસિક બીમાર યુવાનનો એકલવાયા જીવનથી કંટાળી આપઘાત

માનસિક બીમાર યુવાનનો એકલવાયા જીવનથી કંટાળી આપઘાત

- Advertisement -

જામનગર શહેરના નવાગામ ઘેડ માસ્તર સોસાયટીમાં રહેતા અને માનસિક બીમાર યુવાને એકલવાયા જીવનથી કંટાળીને તેના ઘરે એસીડ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. જામનગરના ખીમલિયા નજીક નદીના પટમાંથી યુવાનનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ જામનગર શહેરના નવાગામ ઘેડ માસ્તર સોસાયટીમાં રહેતા અને મજૂરીકામ કરતા અશોકસિંહ ગંભીરસિંહ જાડેજા (ઉ.વ.31) નામના યુવાન છેલ્લા 7 વર્ષથી માનસિક બીમાર રહેતો હતો અને એક વર્ષથી એકલવાયા જીવનથી કંટાળીને ગત શનિવારે રાત્રિના સમયે તેના ઘરે એસીડ પી આપઘાતનો પ્રયાસ કરતા યુવાનને સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે ગંભીરસિંહ જાડેજા દ્વારા જાણ કરવામાં આવતા પીએસઆઇ ડી.જી.રાજ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પી.એમ. માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજા બનાવમાં જામનગર તાલુકાના ખીમલિયા ગામ નજીક નાગમતિ નદીના પટમાંથી રવિવારે બપોરના સમયે યુવાનનો મૃતદેહ મળી આવતા હે.કો. એસ.એસ.જાડેજા તથા સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી જઇ ઓળખ મેળવતા મૃતદેહ જામનગરના ગોકુલનગર વૃંદાવન સોસાયટીમાં રહેતા બટુકભાઇ હમીરભાઇ સોલંકી (ઉ.વ.48) નામના યુવાનનું હોવાની મૃતકના પુત્ર પરેશભાઇ દ્વારા ઓળખ કરવામાં આવી હતી. જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular