મેઘપર પડાણા પોલીસે લાલપુર તાલુકાના સિંગચ ગામેથી ડીગ્રી વગર દર્દીઓને તપાસતા બોગસ તબીબને ઝડપી લઇ દવાઓ તથા સાધનો સહિત કુલ રૂા.14431નો મુદામાલ કબ્જે કર્યો હતો.
આ અંગેની વિગત મુજબ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સિંગચ ગામ ખારી વિસ્તારમાં એક શખ્સ પાસે મેડીકલ ડોકટરને લગતી કોઇપણ ડીગ્રી ધરાવતો ન હોવા છતાં દર્દીઓને તપાસી દવાઓ આપતો હોવાની બાતમીના આધારે મેઘપર પડાણા પોલીસે રેઇડ દરમિયાન મહાનંદા કમળકંતા ગોસ્વામી નામના શખ્સને ઝડપી લીધો હતો અને તેના કબ્જામાંથી દવાઓ તથા સાધનો મળી કુલ રૂા.14431નો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગે એએસઆઇ જે.ડી. જાડેજાએ વધુ તપાસ હાથ ધરી હતી.


