Friday, April 19, 2024
Homeરાજ્યજામનગરઆવતીકાલે જામનગર જિલ્લા સરકારી પુસ્તકાલયમાં પુસ્તકોનું પ્રદર્શન

આવતીકાલે જામનગર જિલ્લા સરકારી પુસ્તકાલયમાં પુસ્તકોનું પ્રદર્શન

- Advertisement -

ગુજરાત સ્થાપના દિનની રાજ્ય કક્ષાની ઉજવણી તથા આઝાદીના અમૃત મહોત્સવ પર્વના ભાગરૂપે જિલ્લા કલેકટર અને જિલ્લા મેજીસ્ટે્રટની કચેરી કચેરી જામગનરના સહયોગથી આવતીકાલે સવારે 11:00 કલાકે સરકારી જિલ્લા પુસ્તકાલય અને જામનગર મહાનગરપાલિકા દ્વારા ‘વિશ્ર્વ પુસ્તક દિવસ’ ની ઉજવણી સરકારી જિલ્લા પુસ્તકાલય ખાતે કરવામાં આવશે.

- Advertisement -

જામનગર જિલ્લાની લોકોએ અને વિદ્યાર્થીઓના શાળા વેકેશન દરમિયાન પુસ્તકાલયમાં અને વિદ્યાર્થીઓ પુસ્તકોથી માહિતગાર થાય તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમમાં 500 થી વધારે પુસ્તકોનું મહાપ્રદર્શન ગોઠવવામાં આવશે. જેમાં આઝાદીના ઘડવૈયાના પુસ્તકો, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પુસ્તકો, સ્વામી વિવેકાનંદના પુસ્તકો, બાળ સાહિત્ય, ઉચ્ચ શિક્ષણના પુસ્તકો તથા સ્પર્ધાત્મક પરીક્ષાને લગતા પુસ્તકોનું પ્રદર્શન યોજેલ છે. જેનો બહોળા પ્રમાણમાં લાભ લેવા જામનગરની જાહેર જનતાને જિલ્લા ગ્રંથપાલ અને નાયબ મ્યુનિસીપલ કમિશનરની યાદીમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular