જામનગર જિલ્લાને હચમચાવી દેતી ઘટનામાં 12 વર્ષની બાળકી ઉપર બે નરાધમો વૃદ્ધોએ દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી દીધા બાદ બાળકીએ મૃત બાળકને જન્મ આપ્યાના બનાવ બાદ આ પ્રકરણમાં પોલીસે પોકસો હેઠળ ગુનો નોંધી બંને નરાધમોની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતાં.
પ્રાપ્ત વિગત અનુસાર, સાડા બાર વર્ષની સગીરા પર બે શુદ્ધ શખ્સોએ દુષ્કર્મ ગુજાર્યું હતું. આ દરમિયાન સગીરા ગર્ભવતી બની હતી. ગત ઓગસ્ટ મહિનાની બીજી તારીખે સગીરાને પ્રસૂતિની પીડા ઉપડતાં તેને હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં છ માસના અધૂરા માસે મૃત બાળકનો જન્મ થયો હતો. આ બનાવ બાદ સમગ્ર મામલો પોલીસના ધ્યાનમાં આવતા સિટી બી ડીવીઝન પોલીસે તપાસ આદરી હતી. સગીરાના નિવેદનના આધારે તપાસ આગળ ધપાવી ડીએનએ પરીક્ષણ માટે સગીરા, મૃત બાળક તથા શંકાસ્પદ બંને વૃદ્ધોના નમૂના લેવામાં આવ્યા હતાં. ફોરેન્સિક તપાસના અહેવાલ અને સગીરાના નિવેદનના આધારે જુનસ એલિયાસ ચમડિયા (ઉ.વ.66) તથા બશીર નૂરમામદ જોખિયા (ઉ.વ.65) ની આ ગુનામાં સંડોવણી સામે આવતા પોલીસે બંનેની ધરપકડ કરી બંને આરોપીઓને અદાલત સમક્ષ રજૂ કરતાં બંનેને જેલ હવાલે કરવામાં આવ્યા છે. બીજી તરફ, ભોગ બનેલી સગીરા હાલ પોતાની માતાના ઘરે રહેવા ચાલી ગઇ હોવાનું જાણવા મળ્યું છે.
View this post on Instagram


