Sunday, May 19, 2024
Homeરાજ્યહાલારદ્વારકાનો સુદામા સેતુ નજીકના ભવિષ્યમાં ખુલ્લો મુકાશે: ધનરાજ નથવાણી

દ્વારકાનો સુદામા સેતુ નજીકના ભવિષ્યમાં ખુલ્લો મુકાશે: ધનરાજ નથવાણી

- Advertisement -
સુવિખ્યાત યાત્રાધામ દ્વારકામાં ગોમતી નદી ઉપર બનાવવામાં આવેલા સુદામા સેતુ કે જેને જેના ઘણા સમયથી ઉપયોગ માટે બંધ કરવામાં આવ્યો છે, તે પુનઃ શરૂ કરવામાં આવે તેવા સંકેતો દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષ ધનરાજભાઈ નથવાણીએ આપ્યા છે.
આજરોજ દ્વારકાધીશ મંદિરના દર્શન કરવા આવેલા દ્વારકાધીશ દેવસ્થાન સમિતિના ઉપાધ્યક્ષ તેમજ રિલાયન્સના સિનિયર ગ્રુપ પ્રેસિડેન્ટ ધનરાજભાઈ પરિમલભાઈ નથવાણીએ જણાવ્યું હતું કે છેલ્લા આશરે બે વર્ષથી બંધ રહેલા સુદામા સેતુ અંગે આગામી દિવસોમાં ટેકનિકલ ઇન્સ્પેક્શન કરવામાં આવ્યા બાદ આ સુદામા સેતુને ખુલ્લો મુકવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે મોરબીની ઝુલતા પુલ દુર્ઘટના બાદ યાત્રિકો માટે બંધ કરાયેલા સુદર્શન સેતુના કારણે અહીં આવતા દર્શનાર્થીઓને તેના લાભથી વંચિત રહેવું પડે છે. દરરોજ હજારોની સંખ્યામાં દ્વારકાધીશ મંદિરના દર્શનાર્થે આવતા યાત્રીઓને માટે આ સુદામા સેતુ હવે પુનઃ આકર્ષણ તેમજ નવલા નજરાણા રૂપ બની રહેશે.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular