Wednesday, May 14, 2025
Homeરાજ્યહાલારખંભાળિયા પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત

ખંભાળિયા પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત

ગુંદલા નજીક અકસ્માતમાં મહિલાને ઈજા : ટ્રકચાલક વિરૂધ્ધ ગુનો નોંધી કાર્યવાહી

ખંભાળિયાથી આશરે 27 કિલોમીટર દૂર ગુંદલા ગામના પાટીયા પાસેથી પૂરઝડપે અને બેફીકરાઈપૂર્વક આવી રહેલા જીજે-11-ઝેડ-1111 નંબરના એક ટ્રકના ચાલક રામ હમીરભાઈ મોઢવાડિયા (રહે. ભારવાડા, તા. પોરબંદર) એ આ માર્ગ પર આવી રહેલી મારુતિ સુઝુકી કાર નંબર જીજે-36 બી-9118 સાથે અકસ્માત સર્જતા આ મોટરકારમાં જઈ રહેલા વાલીબેન કાનાભાઈ જોગલને નાની-મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.

- Advertisement -

આ અકસ્માતમાં મોટરકારમાં રૂપિયા 70,000 જેટલું નુકસાન થયાનું પોલીસમાં જાહેર થયું છે. આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયા પોલીસે કાનાભાઈ અરશીભાઈ જોગલ (ઉ.વ. 47, રહે. ગુંદલા) ની ફરિયાદ પરથી ટ્રકના ચાલક રામ મોઢવાડિયા સામે આઈ.પી.સી. કલમ 279, 337, 427 તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular