Saturday, July 27, 2024
Homeરાજ્યઉતારી લેવામાં આવેલ વીજમીટર પાછું ચડાવવું છે?: લાંચના રૂા.23,000 આપવા પડશે !

ઉતારી લેવામાં આવેલ વીજમીટર પાછું ચડાવવું છે?: લાંચના રૂા.23,000 આપવા પડશે !

- Advertisement -

પીજીવીસીએલએ ફેક્ટરીનું વીજ કનેક્શન કાપી વીજમીટર ઉતારી નાખ્યું હતું તે કનેક્શન ચાલુ કરી ફરીથી મીટર લગાવી આપવાની અવેજમાં રૂ.23 હજારની લાંચ કારખાનેદાર પાસેથી માગી લાંચ લેનાર ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટને એસીબીએ રંગેહાથ ઝડપી લીધો હતો.

- Advertisement -

પીજીવીસીએલના વાવડી સબ ડિવિઝન હેઠળ આવતી એક ફેક્ટરીનું વીજ કનેક્શન વીજકંપનીએ કાપી નાખ્યું હતું અને તેનું વીજમીટર પણ ઉતારી નાખ્યું હતું. કપાયેલું વીજ કનેક્શન ચાલુ કરવા માટે કારખાનેદારે અરજી કરી હતી.જે વાવડી સબ ડિવિઝનના ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ પરેશ વસંત ટીમાણિયા સુધી પહોંચી હતી. ત્યારે આરોપીએ વીજમીટર નાખી દેવાની અવેજમાં રૂ.23 હજારની લાંચ માગી હતી. જે માગને સ્વીકારી કારખાનેદારે રાજકોટ એસીબીને જાણ કરી હતી.

રાજકોટ એસીબીના પીઆઇ એમ.એમ.સરવૈયા સહિતના સ્ટાફે છટકું ગોઠવ્યું હતું. મંગળવારે બપોરે 12 વાગ્યે નક્કી થયા મુજબ કારખાનેદાર ગોંડલ રોડ પર ક્રિષ્નાપાર્ક હોટેલ સામે પહોંચ્યા હતા અને લાંચની રકમ લેવા માટે પરેશ ટીમાણિયા પણ પહોંચ્યો હતો.પીજીવીસીએલના ઇલે. આસિ.પરેશ ટીમાણિયાએ લાંચના રૂ.23 હજાર સ્વીકારતા જ એસીબીની ટીમે તેને રંગેહાથ ઝડપી લીધો હતો. પરેશ ટીમાણિયા લાંચ લેતા ઝડપાયાની વાત વાયુવેગે ફેલાઇ જતાં પીજીવીસીએલના અન્ય લાંચિયા કર્મચારીઓમાં પણ ફફડાટ ફેલાઇ ગયો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular