Sunday, December 5, 2021
Homeરાજ્યજામનગરગુજરાત કિસાન કોંગ્રેસ વાઇસ ચેરમેન દ્વારા જરૂરિયાતમંદોને કપડા વિતરણ

ગુજરાત કિસાન કોંગ્રેસ વાઇસ ચેરમેન દ્વારા જરૂરિયાતમંદોને કપડા વિતરણ

- Advertisement -

વર્લ્ડ પાવર લીફટિંગ ચેમ્પિયન તથા ગુજરાત કિસાન કોંગ્રેસ ના વાઈસ ચેરમેન અને અનેકવિધ સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા કર્ણદેવસિંહ જાડેજા દ્વારા દર વર્ષે દિવાળી નિમિત્તે ગરીબો અને રોડ રસ્તા પર ભિક્ષા વૃત્તિ કરી પોતાનું જીવન ગુજારનાર લોકોને નવા કપડાંનું વિતરણ કરી દિવાળીની ઉજવણી કરવામાં આવે છે.

- Advertisement -

આ વર્ષે પણ વિવિદ્ય સંસ્થાઓ માં અને રોડ રસ્તા પર ભિક્ષા વૃત્તિ કરી જીવન ગુજારનાર લોકો ને નવા કપડાં નું દાન આપી દિવાળી ની ઉજવણી કરવામાં આવી હતી. અંધાશ્રમ ખાતે અંધ બાળકોને કપડાં વિતરણ કરી વૃધ્ધાઆશ્રમ આણંદાબાવા લીમડા લાઈન, જિલ્લા જેલ માં મહિલા કેદીઓ અને તેમની સાથે રહેતા બાળકો ને કપડાં વિતરણ કર્યા બાદબાલા હનુમાન મંદિર થી શરૂ કરી મંદિરો તથા રોડ રસ્તા પર ભિક્ષા વૃત્તિ કરનાર તમામ લોકો ને કપડાં વિતરણ કરી દીવાળીની ઉજવણી કરવામાં આવી હતી.

આ તકે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણભાઈ કુંભરવાડિયા, મહામંત્રી કે.પી બથવાર, તાલુકા કોંગ્રેસ પ્રમુખ ઉપેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના સદસ્ય પ્રભાતભાઈ જાટીયા, બાલુભાઈ લુણા, ગિરિરાજસિંહ રાઠોડ, ચંદ્રસિંહ જાડેજા, ધર્મરાજસિંહ જાડેજા, શક્તિસિંહ ચુડાસમા, સિદ્ધરાજસિંહ પરમાર, દિનેશભાઇ કંબોયા વગેરે જોડાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular