Friday, October 9, 2026
Homeરાજ્યજામનગરભાડે લઇ ગયા બાદ 10 લાખની ક્રેટા પરત ન આપી...!

ભાડે લઇ ગયા બાદ 10 લાખની ક્રેટા પરત ન આપી…!

જામનગર શહેરમાં રહેતાં વેપારી યુવાનની કાર વિપ્ર શખ્સ બે-ત્રણ દિવસ માટે ભાડેથી લઇ ગયા બાદ પરત નહીં આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં રણજીતસાગર રોડ પર પટેલપાર્ક પાછળ મયુરગ્રીન્સ શેરી નંબર-5 પ્લોટ નંબર-10 માં રહેતાં જલ્પેશભાઈ ચંદ્રકાંતભાઈ કાનાણી (ઉ.વ.30) નામના યુવાનની જીજે-10-ડીઆર-7350 નંબરની 10 લાખની કિંમતની ક્રેટા કાર રણજીતસાગર રોડ પર રહેતાં વત્સલ પ્રદિપ મહેતા નામનો વિપ્ર શખ્સ બે-ત્રણ દિવસ માટે ભાડે લઇ ગયો હતો. ભાડે લઇ ગયા બાદ કાર પરત આપી ન હતી. ત્યારબાદ જલ્પેશભાઈ દ્વારા અવાર-નવાર કારની માંગણી કરવા છતાં કાર ન આપતા આખરે સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં વત્સલ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ એચ વી રોયલા તથા સ્ટાફે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular