12 જ્યોતિર્લિંગોમાં સામેલ કેદારનાથ ધામના કપાટ આજે સવારે 6:20 વાગ્યે ખોલી દેવાયા હતા. આ અવસરે શ્રદ્ધાળુઓએ જોરદાર ઢોલ વગાડી અને બમ બમ ભોલેના નાદ સાથે ઉજવણી કરી હતી. શ્રી બદરીનાથ-કેદરનાથ મંદિર સમિતિએ તેની તૈયારીઓ પૂરી કરી લીધી છે. મંદિરને 35 ક્વિન્ટલ ફૂલો વડે ભવ્ય રીતે શણગાર કરાયો છે. કપાટ ખોલતી વખતે 7000થી વધુ શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા.જ્યારે બાબા કેદારની પંચમુલી ચલ વિગ્રહ ઉત્સવ ડોલી યાત્રા પણ સોમવારે સૈન્યની 6-ગ્રેનેડિયર રેઝિમેન્ટની બેન્ડ ધુનો વચ્ચે ગૌરકુંડથી કેદારનાથ ધામ પહોંચી ગઈ હતી. સરકારે હેલિકોપ્ટર વડે પુષ્પવર્ષા કરાવી ડોલીનું સ્વાગત કર્યું હતું.