Friday, April 19, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં દંપતી ઉપર ત્રણ શખ્સોનો હુમલો

જામનગર શહેરમાં દંપતી ઉપર ત્રણ શખ્સોનો હુમલો

પુત્રીને પરેશાન કરતા શખ્સને સમજાવવા જતાં દંપતી ઘવાયું : પોલીસ દ્વારા હુમલાખોરોની શોધખોળ

- Advertisement -

જામનગર શહેરમાં જૂના કુંભારવાડા વિસ્તારમાં પુત્રીને પરેશાન કરતા શખ્સને સમજાવવા જતાં દંપતી ઉપર ત્રણ શખ્સોએ લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના નાગનાથ ગેઈટ પાસે આવેલા જૂના કુંભારવાડા વિસ્તારમાં રહેતાં શહેનાઝબેનની દિકરી સફીનાને આદિલ અસગર પટણી નામનો શખ્સ પરેશાન કરતો હતો જેથી શહેનાઝબેન અને તેના પતિ નાસીરભાઈ પટાણ આદિલને સમજાવવા ગયા હતાં. તે દરમિયાન બપોરના સમયે આદિલ અસગર પટણી, રેશ્માબેન અસગર પટણી, નિલોફરબેન અસગર પટણી નામના ત્રણ શખ્સોએ એકસંપ કરી લાકડાના ધોકા વડે સફીના અને તેની માતા શહેનાઝબેન તથા પિતા નાસીરભાઈ ઉપર હુમલો કરી ઈજા પહોંચાડી હતી. આ હુમલામાં ઈજાગ્રસ્ત દંપતીને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતા પીએસઆઈ એન.વી. હરિયાણી તથા સ્ટાફે ઈજાગ્રસ્ત મહિલાના નિવેદનના આધારે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular