જામનગર જિલ્લા પંચાયતના દસ્તાવેજ ચોરી કેસમાં સીટની રચના કરવા બદલ વોર્ડ નં. 1ના કોર્પોરેટર એડવોકેટ નુરમાદ પલેજા દ્વારા જિલ્લા પોલીસ વડાને પત્ર લખી અભિનંદન પાઠવ્યા છે. જિલ્લા પંચાયતમાં સ્કોલરશીપ, ગ્રામ વિકાસ એજન્સીની ગ્રાન્ટમાં ઉચાપત્ત સહિતના મુદ્ાઓમાં ફરિયાદ નોંધાઇ છે. ત્યારે આ વખતે પ્રથમ વખત જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા અને દાખલો બેસાડવા માટે સીટની રચના થઇ હોવાનું જણાવી કોર્પોરેટર દ્વારા જિલ્લા પોલીસ વડાને અભિનંદન પાઠવી તેમના આ નિર્ણયને આવકાર્યો છે.