Thursday, September 12, 2024
Homeરાજ્યજામનગરમહાનગરપાલિકાની જનરલ બોર્ડ પહેલાં રચનાબેન નંદાણિયાનો વિરોધ - VIDEO

મહાનગરપાલિકાની જનરલ બોર્ડ પહેલાં રચનાબેન નંદાણિયાનો વિરોધ – VIDEO

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા પશુધનના મોત નિપજવાની ઘટનામાં મૃતક પશુઓને શ્રદ્ધાંજલિ આપવા મહાનગરપાલિકાના કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા ચેમ્બર ઓફ કોમર્સ ખાતે ધરણા યોજી હાડકાઓનું વેંચાણ કરાતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર મહાનગરપાલિકા દ્વારા પશુઓના મોત નિપજ્યા બાદ હાડકાઓનું વેંચાણ કરાતું હોવાનો આક્ષેપ વોર્ડ નંબર 4 ના કોર્પોરેટર રચનાબેન નંદાણિયા દ્વારા કરવામાં આવ્યો હતો. આ અગાઉ પશુધનના મોત નિપજવાની ઘટનાને મામલે પણ કોર્પોરેટરે ઉગ્ર વિરોધ કર્યો હતો. ત્યારબાદ મૃતક પશુઓની દફનવિધિમાં પણ બેદરકારી દાખવવામાં આવતી હોવાના સ્થળે જનતા રેઈડ કરી હતી. પશુધનના મોત બાદ હાડકાઓનું વેંચાણ કરી મહાનગરપાલિકા દ્વારા કૌભાંડ આચરવામાં આવતું હોવાના આક્ષેપ સાથે આજે મહાનગરપાલિકામાં જનરલ બોર્ડ પહેલાં ચેમ્બર ઓફ કોમર્સ ખાતે કોર્પોરેટર રચના નંદાણિયાએ ધરણા યોજી વિરોધ કર્યો હતો. અને જન્માષ્ટમી દરમિયાન રચનાબેન નંદાણિયા મહાનગરપાલિકાની કચેરીમાં વિરોધ કરી જન્માષ્ટમીની ઉજવણી કરશે તેમવી ચિમકી પણ આપશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular