Wednesday, December 25, 2024
Homeહેલ્થ એન્ડ વેલનેસબ્રેડ, માખણ અને નાળિયેર તેલનું સેવન જોખમી : ICMRની સલાહ

બ્રેડ, માખણ અને નાળિયેર તેલનું સેવન જોખમી : ICMRની સલાહ

- Advertisement -

ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) એ તેની ગાઈડલાઈન્સમાં બ્રેડ, બટર અને નારિયેળ તેલનો સમાવેશ કર્યો છે જેનો અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડની શ્રેણીમાં સમાવેશ થાય છે, જે લોકોના સ્વાસ્થ્ય માટે ખરાબ હોવાનું કહેવાય છે.

- Advertisement -

ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) એ તેની ગાઈડલાઈન્સમાં બ્રેડ, બટર અને કુકિંગ ઓઈલ સહીત કેટલક ખોરાકનો સમાવેશ કર્યો છે જે અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ કેટેગરીમાં શામેલ છે અને લોકોના સ્વાસ્થ્ય માટે હાનીકારક છે.

ICMR અનુસાર, ગ્રુપ Cના ખોરાકમાં પ્રોસેસ્ડ બ્રેડ, પેસ્ટ્રી, કેક, ચિપ્સ, બિસ્કીટ, ફ્રાઈસ, જામ, સોસ, મેયોનેઝ, આઈસ્ક્રીમ, પ્રોટીન પેક પાવડર, પીનટ બટર, સોયા ચંક્સ, ટોફુ જેવા ખાદ્યપદાર્થોનો સમાવેશ થાય છે. એડીક્ટીવથી બનાવવામાં આવતા પનીર, માખણ, માંસ, અનાજ, બાજરા અને ફલિયાનો પ્રોસેસ્ડ લોટ, એનર્જી ડ્રીંક, દૂધ, કોલ્ડડ્રીન્કસ અને જ્યુસ જેવી વસ્તુઓને પણ ICMRની ગ્રુપ C કેટેગરીમાં રાખવામાં આવ્યો છે.

- Advertisement -

અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડસ શું છે ?

અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ શા માટે હેલ્ધી નથી ? એનો જવાબ છે કે વિભિન્ન અનાજના લોટને ફેક્ટરીમાં હાઈ ફ્લેમ પર પીસીને બનાવવામાં આવે છે જેથી તે જાજા દિવસ સુધી ખરાબ ના થાય, તેના માટે તેમાં આર્ટીફીશીયલ ઇન્ગ્રીડીએન્ટ અને એડીટીવ્સ ભેળવવામાં આવે છે. આવી જ રીતે ફળોને કેટલાય દિવસો સુધી ફ્રીઝ કરીને રાખવામાં આવે છે જેથી તે ખરાબ ના થાય. દૂધ ને પણ પેસ્ચ્યુરાઇઝ્ડ કરવામાં આવે છે. આવા દરેક પ્રકારની પ્રોસેસિંગ જે આ સ્વસ્થ ખાદ્ય પદાર્થોને ખાવા માટે તૈયાર કરે છે તે ખાદ્ય પદાર્થોમાંથી તેના પોષક તત્વો છીનવી લે છે. જયારે સ્વાદ, રંગ અને વધુ સમય સુધી પ્રોડક્ટને સારી રાખવા માટે ફેકટરીઓ આવા ખાદ્ય પદાર્થોમાં આર્ટીફીશીયલ સ્વીટનર, કલર, એડીટીવ્સ જેવી વસ્તુઓ ભેળવે છે જે આપણા માટે ખતરનાક સાબિત થઇ શકે છે.

- Advertisement -

અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ વધુ સમય સુધી સેવન કરવાથી મોટાપો, હૃદય રોગ હુમલો, સ્ટ્રોક જેવી બીમારીઓને આમંત્રણ આપે છે. આવા અલ્ટ્રા પ્રોસેસ્ડ ખાદ્ય પદાર્થો ફેટ માં વધારો કરે છે અને તેમાં જરૂરી પોષક તત્વો ખુબજ ઓછા હોય છે. અધ્યયનો થી સામે આવ્યું છે કે આવા પદાર્થોથી મોટાપો, ઘડપણ, હાર્ટ એટેક, સ્ટ્રોક, ડાયાબીટીસ સહીત દરેક રીતે આપનું સ્વાસ્થ્ય બગાડી શકે છે.

સૌથી મોટી તકલીફ એ છે કે આવા ખાદ્ય પદાર્થો મોટેભાગે ખુબ સસ્તા હોય છે અને આરામથી ઉપલબ્ધ હોય છે, જેનાથી તે જલ્દી લોકપ્રિય બની જાય છે. પરંતુ ICMR આવા C લેવલના ખાદ્ય પદાર્થોનું વધુ સેવન ન કરવાની સલાહ આપે છે, એનો મતલબ એ છે કે આ ખાદ્ય પદાર્થોમાં શુગર અને મીઠાની માત્ર વધુ હોય છે અને વિટામીન, ખનીજ અને ફાયબર જેવા પોષક તત્વો ખુબજ ઓછા હોય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular